લાચારી : આફ્રિકામાં 8 દિવસથી રઝળી રહ્યો છે ગુજરાતી યુવકનો મૃતદેહ, માતાપિતાના ગળે અન્નનો દાણો પણ ઉતર્યો નથી..

Gujarati Youth Died In Africa : પંચમહાલના ઘોઘંબાના નિકાલો ગામના યુવકનું આફ્રિકામાં મોત... નોકરી કરવા ગયો હતો યુવક... પરંતું આફ્રિકામાં મોત થતા 8 દિવસથી તેનો રઝળતા મૃતદેહને વતન લાવવામાં પરિવાર મજબૂર... મૃતદેહના અંતિમ સંસ્કાર માટે એક સપ્તાહથી સ્વજનો કરી રહ્યા છે વલોપાત

લાચારી : આફ્રિકામાં 8 દિવસથી રઝળી રહ્યો છે ગુજરાતી યુવકનો મૃતદેહ, માતાપિતાના ગળે અન્નનો દાણો પણ ઉતર્યો નથી..

Panchmahal News જ્યેન્દ્ર ભોઈ/પંચમહાલ : પંચમહાલના અંતરિયાળ એવા ઘોઘંબા તાલુકાના નિકોલા ગામના શ્રમજીવીનું આફ્રિકામાં એક સપ્તાહ પહેલા મૃત્યુ થયું હતું. જેનો મૃતદેહ વતનમાં લાવવા માટે પરિવારજનો છેલ્લા એક સપ્તાહથી રઝળપાટ કરી રહ્યા છે. આ દુખમાં પરિવારના મોઢામાંથી છેલ્લાં 8 દિવસથી અન્નનો દાણો પણ ઉતર્યો નથી, ત્યારે પોતાના પરિવારના મોભીના મૃતદેહ વતન લાવવા પરિવારજનોની મદદે અત્યારસુધી કોઇ પણ આવ્યું નથી. જેથી પરિવારની હાલત કફોડી બની છે.

ઘોઘંબા તાલુકાના નિકોલા ગામના બાબુભાઇ બારીયા છેલ્લા કેટલાય વર્ષોથી રોજગારી માટે આફ્રિકા ખાતે ગયા હતા. તેઓ છેલ્લા 2 વર્ષ પહેલાં વતન આવ્યા હતા. વતનમાં ત્રણ મહિના રહ્યા બાદ ફરી એક વખત આફ્રિકા ગયા હતા. જ્યાં એક સપ્તાહ પહેલા તેમનું મૃત્યુ થયું હોવાના સમાચાર પરિવારને મળ્યા હતાં. હવે આ પરિવાર પોતાના સ્વજનના મૃતદેહને પરત લાવવામાં લાચાર બન્યો છે.

આ પણ વાંચો : 

મૃતદેહના અંતિમ સંસ્કાર માટે એક સપ્તાહથી સ્વજનો વલોપાત કરી રહ્યા છે. સ્વજનો મૃતદેહને વતન લાવવા માટે સરકાર પાસે મદદ માંગી રહ્યા છે. બાબુભાઇ દોઢ વર્ષ અગાઉ સેન્ટિંગ કામની મજૂરી માટે ભુજની કંપની મારફતે સાઉથ આફ્રિકા ગયા હતા. ગત શુક્રવારે પરિવારજનોને બાબુભાઇ બારીયાના મૃત્યુ પામ્યાના સમાચાર મળ્યા હતા. આ બાદ સ્વજનોને મૃતદેહ આપવા અંગે કંપની તરફથી યોગ્ય પ્રત્યુતર મળી રહ્યો નથી. સ્વજનો પોતાના પિતાના અંતિમ સંસ્કાર અને દર્શન માટે એક સપ્તાહથી ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા છે. 

મામલતદાર દ્વારા પણ બનાવ અંગે નિકોલા આવી પંચનામું કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ કોઈ ઉત્તર મળ્યો નથી. મૃતકના સ્વજનોએ સ્થાનિક ધારાસભ્ય મારફતે સાંસદને પણ રજૂઆત કરી છે. સાઉથ આફ્રિકામાં સ્વજનનો મોત થતાં નિકોલા ગામમાં શોકની લાગણી ફેલાઇ છે. સાથે જ પરિવારજનોના આંસુ સૂકાઇ રહ્યા નથી. સ્વજનના મોતના સમાચાર મળ્યા બાદથી પરિવારમાં ભારે શોક છે. જ્યારે મૃતદેહના અંતિમ સંસ્કાર માટે એક સપ્તાહથી સ્વજનો વલોપાત કરી રહ્યા છે. સ્વજનો મૃતદેહ ઘરે લાવવા માટે સરકાર પાસે મદદ માંગી રહ્યા છે.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news