ગુજરાતમાં ક્યાંથી પકડાયો પાકિસ્તાની ISIનો એજન્ટ? હવસની ભૂખમાં કરી દેશ સાથે ગદ્દારી

ભરૂચમાંથી CID ક્રાઈમે DRDO સાથે સંકળાયેલા એક એવા કર્મચારીને દબોચી લીધો છે. જેણે હનીટ્રેપમાં ફસાઈને દેશની ગુપ્ત માહિતી દુશ્મન સાથે સુધી પહોંચાડી દીધી છે. ત્યારે કોણ છે દેશનો આ ગદ્દાર અને દુશ્મન દેશને મહત્વની માહિતી કઈ આપી છે.

ગુજરાતમાં ક્યાંથી પકડાયો પાકિસ્તાની ISIનો એજન્ટ? હવસની ભૂખમાં કરી દેશ સાથે ગદ્દારી

ઝી બ્યુરો/ભરૂચ: સુંદર યુવતીની સુંદરતામાં ફસાઈને વધુ એક વ્યક્તિએ દેશ સાથે ગદ્દારી કરી છે. જીહાં, ભરૂચમાંથી CID ક્રાઈમે DRDO સાથે સંકળાયેલા એક એવા કર્મચારીને દબોચી લીધો છે. જેણે હનીટ્રેપમાં ફસાઈને દેશની ગુપ્ત માહિતી દુશ્મન સાથે સુધી પહોંચાડી દીધી છે. ત્યારે કોણ છે દેશનો આ ગદ્દાર અને દુશ્મન દેશને મહત્વની માહિતી કઈ આપી છે.

દેશમાં જ રહીને દેશ સાથે ગદ્દારી કરતા એક યુવકને પકડી પાડવામાં ગુજરાત CID ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા હાથ લાગી છે. ચહેરા પર નકાબ પહેરીને ઉભેલા આ એજ નરાધમ છે કે જેણે હવસની ભૂખમાં દેશ સાથે ગદ્દારી કરી છે. ભરૂચના અંકલેશ્વરની એક કેમિકલ કંપનીમાં કામ કરતા પ્રવિણ મિશ્રા નામના પાકિસ્તાનના ISIના એજન્ટને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે. પ્રવિણ મિશ્રા મૂળ બિહારનો વતની છે. હાલ ભરૂચના અંકલેશ્વરની કેમિકલ ફેકટરીમાં કામ કરે છે. એરોનોટિકલ એન્જિનિયરિંગની તાલીમ લીધી છે. DRDOને મટિરિયલ મોકલતી કંપનીઓમાં જોડાયો હતો.

જમ્મુ કાશ્મીરના ઉધમપુરના મિલેટરી ઈન્ટેલને માહિતી મળી હતી કે ગુજરાતના ભરૂચમાંથી DRDOને લગતી ગુપ્ત માહિતી લીક થઈ રહી છે. જેને લઈને ગુજરાત CID ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ભરૂચના અંકલેશ્વરમાં દરોડા પાડ્યા અને દેશ સાથે ગદ્દારી કરતા પ્રવિણ મિશ્રાને પકડી પાડ્યો છે. 

  • પ્રવિણ મિશ્રા સાથે ફેસબુકમાં યુવતીએ સંપર્ક કર્યો
  • યુવતીએ પોતાનું નામ સોનલ ગર્ગ બતાવ્યું
  • સોનલે થોડો સમય પ્રવિણ મિશ્રા સાથે વાતચીત કરી
  • ધીમે ધીમે પ્રવિણ મિશ્રાને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો
  • પ્રવિણ હનીટ્રેપમાં ફસાયો પછી યુવતીએ પોતાનો ખેલ શરૂ કર્યો
  • પહેલાં યુવતી DRDO અંગે વાતચીત કરવા લાગી 
  • બાદમાં ધીમે ધીમે યુવતીએ DRDO અંગે માહિતી મેળવી 
  • ભારતની વિવિધ એજન્સી અને કંપનીઓની પણ માહિતી મેળવી

બે દિવસ બાદ ગુજરાતીઓ સાવધાન રહેજો! એક બે નહીં, 4 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓ થશે તરબોળ

પ્રવિણ મિશ્રાને પોતાના હનીટ્રેપમાં ફસાવ્યા બાદ ISI હેન્ડલરે એક Z કલાઉડ ફાઈલ મોકલી હતી. આ Z કલાઉડ ફાઈલમાં માલવેર વાઈરસ મોકલાયો હતો. અને પ્રવિણ મિશ્રાએ આ Z કલાઉડ ફાઈલ DRDO સાથે સંકળાયેલી અંકલેશ્વરની કંપનીના કોમ્પ્યુટરમાં ઈન્સ્ટોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. ISI હેન્ડલર દ્વારા મોકલેલો માલવેર વાઈરસ ખુબ જ સેન્સિટિવ હતો. જો આ માલવેર સફળતાપૂર્વક અપલોડ થઈ ગયો હોત તો અંકલેશ્વરની કંપનીની તમામ માહિતી પાકિસ્તાનમાં બેઠેલા ISI હેન્ડલરને મળી ગઈ હોત. પરંતુ સુંદર છોકરીની સુંદરતામાં ફસાયેલો દેશનો ગદ્દાર પ્રવિણ મિશ્રા પોતાના દેશ વિરોધી કારનામામાં સફળ થાય તે પહેલાં જ CID ક્રાઇમ બ્રાન્ચે તેને દબોચી લીધો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news