પાદરાનો વિકલાંગ બાળક ડાન્સ કરી પહોંચ્યો દિલ્હી, મેળવ્યો ફાઇનલમાં પ્રવેશ
શરીરથી લિકલાંગ હોવા છતાં પિતાના સ્વપ્નને પુરૂ કરવા પુત્ર ડાન્સ તરફ આગળ વધી રહ્યો છે. આ બાળકે દિલ્હીમાં યોજાયેલી ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લઇ સેમીફાઇનલમાં જીત હાંસલ કરી ફાઇલમાં પ્રવેશ મેળવ્યો છે.
Trending Photos
મિતેશ માલી/ વડોદરા: પાદરાના એક વિદ્યાર્થીએ તેના ડાન્સ દ્વારા દિલ્હીમાં ધૂમ મચાવી છે. શરીરથી લિકલાંગ હોવા છતાં પિતાના સ્વપ્નને પુરૂ કરવા પુત્ર ડાન્સ તરફ આગળ વધી રહ્યો છે. આ જ સ્વપ્ન અને ડાન્સ પ્રત્યે તેના પ્રેમ અને પરિવારના સાથ સહકારથી આજે આ બાળકે દિલ્હીમાં યોજાયેલી ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લઇ સેમીફાઇનલમાં જીત હાંસલ કરી ફાઇલમાં પ્રવેશ મેળવ્યો છે.
પાદરા તાલુકાનો એક પરિવાર છે જે ભજીયા વેચી પોતાનું જીવન ગુજરી રહ્યો છે. આ પરિવારના ઘરે નથી ટીવી કે સુવાની વ્યવસ્થા નથી. એક શેરીમાં રહેતા પરિવારનો પુત્ર જે હાથે-પગે છે જન્મથી વિકલાંગ છે. સરકારી શાળામાં અભ્યાસ કરતો માત્ર 13 વર્ષીય પુત્ર એ જે કરી બતાવ્યું તે જાણી લોકો ચોકી ઉઠ્યા હતા. કેમ કે, તમે કલ્પના પણ ના કરી શકો કે આટલી નાની વયમાં અને આટલી શરીરમાં તકલીફ હોવા છતાં કે કોઈ ડાન્સ કલાસમાં કલાસ કર્યા વિના એવી રીતે એક શેરીમાં જ તેને પોતાની જાતને હરાવ્યા વિના દિલ્લી સુધીની સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાનું તેમજ પોતાના પરિવારનું નામ રોશન કરી રહ્યો છે.
દર્શન રાજપૂત 13 વર્ષીય અને ધોરણ 7માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી જેના પગ અને આંખોમાં ઓપરેશન કરાવ્યું હતું. તેના ગળાનો ભાગ નાનો છે અને પાછળની સાઇડ દર્શન ફરી કે વળી શકતો નથી. ઓપરેશન કરાવ્યા બાદ પણ અનેક ખામીઓ રહી ગઇ હતી. આ ખામીઓ સાથે દર્શને દિલ્હી ખાતે એક ડાન્સ કોમ્પિટીશનમાં ભાગ લઇ સેમિફાઇનલ સુધી પહોંચ્યો હતો અને ત્યાં જીત હાંસલ કરી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.
દર્શન રાજપૂતે ગુજરાતમાં અનેક કાર્યક્રમો તેમજ કોમ્પિટિશનમાં ભાગ લીધા છે. જેમાં તેણ 50થી વધુ ટ્રોફી તેમજ ઇનામો મળ્યા છે. પાદરા ખાતે યોજાયેલી એક શામ સહીદો કે નામની સ્પર્ધામાં હજારો લોકોની સામે ડાન્સ પરફોર્મ કરી નજર કેદ કર્યા હતા અને પાદરા પોલીસ દ્વારા તેનું સન્માન કરી ટ્રોફી આપવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે