બે ટોચની બેંકોએ વધાર્યા હોમ લોનના દર, વિગતો જાણવા માટે કરો ક્લિક...

બેંકોએ આ વાતની જાહેરાત કરી છે જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે

બે ટોચની બેંકોએ વધાર્યા હોમ લોનના દર, વિગતો જાણવા માટે કરો ક્લિક...

નવી દિલ્હી : HDFC બેંક અને બેંક ઓફ બરોડા દ્વારા હોમ લોનના રેટમાં વધારો કરવામાં આવ્યો છે. બેંકોએ આ વાતની જાહેરાત કરી છે જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે. HDFC દ્વારા અલગ અલગ સમયમર્યાદાની ફિક્સ ડિપોઝીટ (FD) પર વ્યાજદરમાં 0.5 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલા રિપોર્ટ પ્રમાણે HDFC બેંકે જણાવ્યું કે અલગ અલગ સમયમર્યાદામાં 1 કરોડ રુપિયા સુધીની જમા રાશિ પર નવા વ્યાજદરો મંગળવારથી લાગુ થશે. 5થી 8 વર્ષ અને 8થી 10 વર્ષની સમયમર્યાદાવાળી રકમ પર વ્યાજદરને 6થી વધારીને 6.50 ટકા કરવામાં આવ્યો છે. 3થી 5 વર્ષની જમા રકમ પર વ્યાજને 7.1થી વધારીને 7.25 ટકા કરવામાં આવ્યું છે. 1 વર્ષની સમયમર્યાદાના વ્યાજને 7.25 ટકાથી વધારીને 7.3 ટકા કરવામાં આવ્યું છે.

HDFC સિવાય જાહેર ક્ષેત્રની મુખ્ય બેંક બેંક ઓફ બરોડાએ પોતાની લોનની અલગ અલગ સમયમર્યાદાના વ્યાજદરમાં 0.10 ટકાનો વધારો કર્યો હતો. BOBએ એક વર્ષની લોન પર માર્જિનલ આધારિત વ્યાજદર (MCLR) હવે 8.65 ટકા કર્યો છે. અન્ય સમયમર્યાદા માટે આ દર 8.15 ટકા, એક મહિના માટે 8.20 ટકા, 3 મહિના માટે 8.30 ટકા અને 6 મહિનાની લોન પર 8.50 ટકા વ્યાજદર નક્કી કરવામાં આવ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news