ભાજપ ચોંક્યું! તળાજા ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષનું ભરી સભામાં રાજીનામું, ગળામાંથી કેસરિયો કાઢ્યો
Loksabha Election 2024: ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાની સભામાં ક્ષત્રિય યુવાનોએ રૂપાલાનો વિરોધ નાોંધાવ્યો હતો. હાથમાં કાળા વાવટા સાથે ક્ષત્રિય સુવાનો સભામાં પહોંચી ગયા હતા. એક બાજુ મંત્રીજીની સ્પીચ ચાલું બતી તો બીજી બાજુ સભામાં હોબાળો મચ્યો હતો. મનસુખ માંડવીયાની સ્પીચ દરમિયાન જ ક્ષત્રિય સમાજના તળાજા તાલુકાના આગેવાને રાજીનામું આપ્યું હતું.
Trending Photos
Loksabha Election 2024: ભાવનગરમાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે બંને પક્ષો એક સમયે પહોંચતા હંગામા જેવી સ્થિતિ ઉભી થવા પામી હતી. ભાવનગર ખાતે આજે લોકસભાની બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નિમુબેન બાંભણિયાના સમર્થનમાં ફોર્મ ભરવાના સમયે પહેલા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તેમજ ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા તેમજ ભાવનગર જિલ્લાના તમામ ધારાસભ્યો અને ઉમેદવાર નિમુબેન બાંભણિયા હાજર રહ્યા હતા.
ભાજપના ઉમેદવારની સભામાં હોબાળો
નિમુબેન બામણીયા તેમના નિર્ધારિત ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા. તેમણે પોતાની ઉમેદવારી નોંધાવીને જીતની આશા દર્શાવી હતી. જોકે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા મીડિયાને બાઈટ આપવાથી દૂર રહ્યા હતા. તેનું મુખ્ય કારણ જાણવા મળ્યું છે કે જે પ્રકારે ક્ષત્રિય સમાજના યુવાનોએ સમગ્ર રાજ્યની સાથે આજે ભાવનગરમાં પણ કાળા વાવટા ફરકાવીને વિરોધ કરતા જાહેર સભામાં ભારે હોબાળો થયો હતો.
BJPની ચાલુ સભામાં યુવાને રાજીનામું આપી ખેસ મૂકી દીધો, તળાજા ભાજપના યુવા મોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલે 200 કાર્યકર્તાઓ સાથે અલવિદા કહ્યું#LokSabhaElection2024 #bjp #gujarat #mansukhmandaviya pic.twitter.com/XHdnQPSNq3
— Zee 24 Kalak (@Zee24Kalak) April 16, 2024
બ્લેક કપડાં પહેરીને 200 કાર્યકર્તાઓ સાથે રાજીનામું
ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાની સભામાં ક્ષત્રિય યુવાનોએ રૂપાલાનો વિરોધ નાોંધાવ્યો હતો. હાથમાં કાળા વાવટા સાથે ક્ષત્રિય સુવાનો સભામાં પહોંચી ગયા હતા. એક બાજુ મંત્રીજીની સ્પીચ ચાલું બતી તો બીજી બાજુ સભામાં હોબાળો મચ્યો હતો. મનસુખ માંડવીયાની સ્પીચ દરમિયાન જ ક્ષત્રિય સમાજના તળાજા તાલુકાના આગેવાને રાજીનામું આપ્યું હતું. તળાજા તાલુકાના ભાજપના યુવામોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ ગોહિલે ચાલુ સભામાં જ બ્લેક કપડાં પહેરીને 200 કાર્યકર્તાઓ સાથે રાજીનામું આપ્યું હતું.
ઇન્ડિયા ગઠબંધના ઉમેદવાર ઉમેશ મકવાણા પંજાબના મુખ્યમંત્રી ભગવાનની સાથે રોડ શો કરીને પોતાની ઉમેદવારી નોંધાવવા માટે કલેક્ટર કચેરી આવી પહોંચ્યા હતા. આ સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતામાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવત માને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાતમાં ચાલતા ક્ષત્રિય આંદોલન મામલે તેમણે કહ્યું હતું કે અમે જ્ઞાતિવાદનું રાજકારણ કરતા નથી. પાર્ટી લોકસભાની તમામ બેઠકો ઉપર વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ પંજાબના સી.એમએ કહ્યું હતું કે ભારત કોઈના બાપની જાગીર નથી. અમે નફરતની રાજનીતિ કરતા નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે