લોકસભા ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું, પાટણમાં અલ્પેશ ઠાકોરનો વિરોધ

પાટણમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો અને તેમના સમર્થકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપવામાં આવે તેની ચર્ચાઓ કરવામાં આવી હતી.

લોકસભા ચૂંટણીને લઇ રાજકારણ ગરમાયું, પાટણમાં અલ્પેશ ઠાકોરનો વિરોધ

પ્રેમલ ત્રિવેદી, પાટણ: ગુજરાત લોકસભાની ચૂંટણીને લઇને પાટણના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. પાટણમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો અને તેમના સમર્થકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપવામાં આવે તેની ચર્ચાઓ કરવામાં આવી હતી.

ગુજરાત લોકસભાની ચૂંટણીને લઇને પાટણમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો અને તેમના સમર્થકો સાથે આજે સરકીટ હાઉસ ખાતે એક બેઠક યોજી હતી. જેમાં આગામી લોકસભા ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવારને ટીકીટ આપવામાં આવે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. તો આ સાથે જ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને પાટણના પૂર્વ સાંસદ રહી ચુકેલા જગદીશ ઠાકોરનો અને રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો સ્પષ્ટપણે વિરોધ કરવામાં આવ્યો હતો.

જો અલ્પેશ ઠાકોર કે જગદીશ ઠાકોરને ટીકીટ આપવામાં આવશે તો ચૂંટણીમાં તેમનો વિરોધ કરવામાં આવશે. તેમ પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોરે જણાવ્યું હતું કે, આ બેઠકમાં કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય જોધાજી ઠાકોર, ચમનજી ઠાકોર, ધરસીહજી ઠાકોર સહીત જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો મળ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news