કોરોના સામેના યુદ્ધમાં અમદાવાદ જિલ્લા તંત્ર દ્વારા યુદ્ધનાં ધોરણે કામગીરી
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદ શહેરમાં કોરોના પર કાબુ મેળવવા માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે જો કે તેમાં સફળતાનું પ્રમાણ ખુબ જ ઓછું છે. પરંતુ અમદાવાદ જિલ્લા સ્તરે પણ કોરોનાના કેસમાં વધારો થવા લાગતા તંત્ર દ્વારા કડક પગલા ભરવામાં આવી રહ્યા છે. અમદાવાદ જિલ્લા તંત્ર દ્વારા યુદ્ધનાં ધોરણે કામગીરી આરંભ કરી દેવામાં આવ્યો છે. આજે 4 પોઝિટિવ કેસ આવતા કુલ કેસ 126 થયા છે.
અમદાવાદ જિલ્લાની કુલ 1,51,155 લોકોનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું છે. 34135 ઘરોના 1,37,151 લોકોનો સર્વે કરાવવામાં આવ્યો છે. 4601 જેટલા વેન્ડર્સને હેલ્થ કાર્ડ કર્યા ઈશ્યું કરવામાં આવ્યા છે. 4739 ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સનું કરાયું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું છે. જિલ્લામાં 70,75,035 પરિવારોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે. કોરોના જિલ્લા વહીવટી તંત્રના 1 હજાર કોરોના વોરિયર્સ કામગીરી કરી. કોરોના મહામારીના અમદાવાદ જિલ્લામાં 126 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. 67 દર્દીઓ સાજા થયા હાલ 55 દર્દીઓ સારવાર હેઠલ અને 4 લોકો થયા મૃત્યુ.
જિલ્લામાં પોઝીટીવ કેસના સંપર્કમાં આવેલા કુલ 897 વ્યક્તિઓ અને 426 ફેમિલી કોન્ટેક્ટમાં, 400 કોમ્યુનિટી કોન્ટેક્ટ તથા 71 વ્યક્તિઓ હેલ્થ કેર કોન્ટેક્ટમા આવ્યા. 179 ગામોના 158592 ઘરોના કરાયું સેનિટાઈઝેશન કરવામાં આવ્યું છે. 90162 72810. નંબર જાહેર કરવામાં આવ્યો છે જેના પર અમદાવાદ જિલ્લામાંથી લક્ષણો ધરાવતા દર્દી પોતાની માહિતી મોકલી શકાશે. જિલ્લામાં મોબાઇલ ટેસ્ટીંગ વાનનો નવતર અભિગમ લોકડાઉન હાથ ધર્યો છે. મોબાઈલ વાન દ્વારા રોજ ૫૦ જેટલા સેમ્પલ ટેસ્ટ કરાયા છે. ગ્રામ યોધ્ધા કમિટી દ્વારા આજ સુધીમાં 68863 લોકોનું સ્ક્રિનીંગ કરાયું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 3191 ઔધ્યોગિક યુનિટ કાર્યરત કર્યા છે.
શહેરી વિસ્ત્રામાં 965 અને GIDCમાં 1268 ઉદ્યોગો થયા કાર્યરત. જિલ્લામાં આંતરિક અને જિલ્લા બહાર જતા નાગરિકો માટે 121778 લોકોને કર્યા પાસ ઈસ્યુ કરવામાં આવ્યા છે. ઔધ્યોગિક હેતુ માટે 31889 પાસ, બાંધકામ હેતુ માટે 5132 તથા અન્ય રાજ્યમાં જવા માટે 39057 પાસ કર્યા ઈશ્યું કરવામાં આવ્યા છે. જિલ્લામાં શ્રમિકો માટે ૪૯ જેટલા આશ્રય સ્થાન કર્યા હતા કાર્યરત. 57 ટ્રેન દ્વારા 72,757 શ્રમિકોને તેમના વતન પરત જવા માટેની મંજૂરી આપવામાં આવી છે. સ્વચ્છતા જાળવવાના ભાગરૂપે જિલ્લામાં નાગરિકોને તેમના હાથ ધોવા માટે 2.18 લાખ સાબુ આપ્યા. લોકડાઉનમા યોજાયેલા બ્લડ કલેક્શન કેમ્પમા 1678 લોકોના બ્લડ કર્યુ ડોનેટ. પી.એમ રીલીફ ફંડમાં રૂ 4.05 કરોડ અને મુખ્ય મંત્રીરાહત ફંડમાં રૂ. 414 કરોડ કરાયું દાન.
જિલ્લામાં ૬ પાકો માટે એ.પી.એમ.સી.કાર્યરત કરાઈ. APMC દ્વારા 10224 ક્વિન્ટલ ઘંઉ,1289 ક્વિન્ટલ દિવેલા, 38 ક્વિન્ટલ કપાસ, 90 ક્વિન્ટલ ચણા,1800 ક્વિન્ટલ ડાંગર 30 ક્વિન્ટલ અન્ય પાકોની આવક થઈ. લોકડાઉનના ભંગ બદલ અત્યાર સુધીમાં 469લોકોની કરાઈ અટાકાયત. 615 વાહનો ડીટેઈન અને 411 FIR સાથે 1493 જેટલા ગુન્હા નોંધાયા. જિલ્લામાં કાર્યરત કરાયેલા કંટ્રોલ રૂમમાં અત્યાર સુધીમાં 12372 કોલ કર્યા રીસીવ. અન્નને લગતા 2596 રાશનને લગતા 4044 શાકભાજી અને ફળને લગતા 4 ટ્રાન્સ્પોર્ટેશન મળ્યા કંટ્રોલ રૂમમ કોલ. આ ઉપરાંત ટ્રાન્સ્પોર્ટેશન માટે 115915 કોલ મળ્યા જેના પર કાર્યવાહી કરવામાં આવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે