અમદાવાદ સિવાય સમગ્ર રાજ્યમાં બસોનું સંચાલન શરૂ, આ નિયમો અને શરતો રહેશે લાગું
Trending Photos
અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન 4માં સરકાર દ્વારા એસટી બસનું સંચાલન કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જો કે ખાસ કરીને નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં બસોનું સંચાલન નહી કરવામાં આવે. આ અંગે તંત્ર દ્વારા નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેના અનુસાર નિગમ સવારે 8થી સાંજે 6 કલાક સુધી બસનું સંચાલન કરવામાં આવશે. નિગમ દ્વારા 1145 બસ શીડ્યુલ કરવામાં આવી ચે. 7033 ટ્રીપનું સંચાલન કરવામાં આવશે.
જો કે તેમાં દરેક જિલ્લા પોતાની હદમાં જ બસોનું સંચાલન કરશે. જેમાં તાલુકા મથકથી તાલુકા મથક અથવા તો તાલુકા મથકોથી જિલ્લા મથક સુધી ટ્રીપનું આયોજન કરવામાં આવશે. કોઇ પણ રૂટ કન્ટેઇનમેન્ટ વિસ્તારમાંથી પસાર નહી થાય. બસનાં મુસાફરોએ ઇ ટીકીટ/મોબાઇલ ટીકીટ મારફતે મુસાફરી કરે તે ઇચ્છનીય છે. જો કે સ્થાનિક બસ સ્ટેન્ડનાં કાઉન્ટર અને બસના કંડક્ટર મારફરે રોકડ નાણાથી પણ ટિકિટ ખરી શકાશે. જો કે મુસાફરોએ બસ ઉપડવાની 30 મિનિટ પહેલા જ પહોંચી જવાનું રહેશે. જ્યાં મુસાફરની સંપુર્ણ સ્વાસ્થય ચકાસણી થશે. જો તે યોગ્ય હશે તો જ તેને મુસાફરી કરવા દેવામાં આવશે. આ ઉપરાંત બસની કુલ કેપિસિટીનાં 60 ટકા લોકોને જ બેસવા દેવામાં આવશે.
દરેક બસ ટ્રીપ પુર્ણ કર્યા બાદ સેનિટાઇઝ થવા માટે જશે અને સેનિટાઇઝ થયા બાદ ફરી ઉપયોગમાં આવશે. ડેપો અથવા બસમાં બેસવા માટે માસ્ક ફરજીયાત હશે. બસ સ્ટેન્ડમાં પ્રવેશતા સમયે ટેમ્પરેચર ચેક કરવામાં આવશે. બસની અંદર પ્રવેશતા સમયે પણ મુસાફરોને સેનિટાઇઝરથી હાથ સ્વચ્છ કરાવવામાં આવશે. બસમાં બેસતા અને ઉતરતા સમયે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે ખુબ જ જરૂરી છે.
હાલનાં તબક્કે અમદાવાદ સિવાય રાજ્યનાં તમામ જિલ્લાઓમાં નિગમ દ્વારા બસોનું સંચાલન કરવામાં આવશે. જો કે અમદાવાદ ગાંધીનગર વચ્ચે બસોનું સંચાલન બંધ છે. આંતરરાજ્ય બસોનું સંચાલન પણ બંધ છે. આ ઉપરાંત લોકો વિવિધ નિયમો પાળે તે માટે બસની અંદર અને બસ સ્ટેન્ડ પર પણ હોર્ડિંગ લગાવાયા છે. આ ઉપરાંત જેમ જેમ સ્થિતી સુધરે કે બગડે તે પ્રમાણે બસનાં રૂટમાં ફેરફાર કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે