ઇનામદારV/S ઇમાનદાર: ભટ્ટ સાહેબે કાયદો પાળ્યો, કેતન ભાઇએ વટ્ટનો મુદ્દો બનાવ્યો?
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા હતા. સીનિયર નેતાઓએ પોતાનું કામ સફળતા પુર્વક કર્યું છે.
જો કે બીજી તરફ કેતન ઇનામદારે જે સ્પષ્ટ રીતે ઉર્જા મંત્રી સૌરભ પટેલ અને MGVCL નાં ભટ્ટ સાહેબ સામે સ્પષ્ટ મોરચો ખોલ્યો હતો. વિજ કનેક્શન કપાવા મુદ્દે પહેલા તો તેમની અપીલને આ અધિકારી દ્વારા મંજુર રાખવામાં આવી નહોતી. જ્યારે બીજી વખત તેઓ ફરી કનેક્શન અંગે ચર્ચા કરવા માટે ભટ્ટ સાહેબ પાસે ગયા તો તેમણે કહ્યું કે, તમે ચેક આપો ચેક પાસ થશે ત્યાર બાદ તેઓનું કનેક્શન ચાલુ કરવામાં આવશે. મહત્વનું છે કે, ચેક બાબતે દરેક સરકારી વિભાગ ખાતામાં પૈસા ના આવે ત્યાં સુધી કોઇ કાર્યવાહી કરતા નથી. કારણ કે કેટલીક વખત ચેક તો આપી દેવામાં આવે છે પરંતુ ખાતામાં પૈસા ન હોવાની સ્થિતીમાં અવઢવની સ્થિતી સર્જાતી હોય છે. જેના કારણે ચેકનાં પૈસા જમા થયા બાદ જ કાર્યવાહી થતી હોય છે. જો કે કેતન ઇનામદારે ચેકની સામે તુરંત કાર્યવાહીનો આગ્રહ કર્યો હતો. ભટ્ટ સાહેબે ના પાડતા મુદ્દો સૌરભ પટેલ સુધી લઇ ગયા હતા. જો કે સૌરવ પટેલે પણ નિયમાનુસાર ચેક જમા થયે જ કાર્યવાહી થઇ શકશે તેવું જણાવતા કેતન ઇનામદારને હાડોહાડ લાગી આવ્યું હતું. આ અંગે તેમણે ઉર્જા મંત્રી સૌરભ પટેલને રજુઆત કરી હતી. જો કે તેમણે પણ સંતોષકારક જવાબ નહી આપતા કેતન ઇનામદારનો રોષ ભભુકી ઉઠ્યો હતો. તેમણે જણાવ્યું કે, અધિકારીઓને લોકો વચ્ચે જવાનું હોતું નથી. અમે જનપ્રતિનિધિ છીએ અમારે લોકો વચ્ચે જવાનું હોય છે અને લોકોને જવાબ આપવાનો હોય છે. દરેક વખતે નિયમને આગળ ધરીને અધિકારીઓ પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા ધારાસભ્ય તરીકે રાજીનામું ધરવામાં આવ્યું છે. જો કે આ રાજીનામા બાદ નવો હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ થઇ ગયો છે. ઇનામદારનાં સમર્થકો સેંકડોની સંખ્યામાં તેમનાં ઘરે પહોંચી ચુક્યા છે. તેમણે ભારે હૃદયથી રાજીનામું આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વારંવાર તેમની અવગણના થઇ રહી છે તેવું પણ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓ સરકારની આંખ ઉઘાડવા માટે રાજનામું ધર્યું હોવાનું જણાવી રહ્યા છે. જો કે તેમને અગાઉ ઘણા ઉચ્ચ નેતાઓ દ્વારા મનાવવા માટે દોડાવવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે