Remdesivir ઇન્જેક્શનની ઓનલાઈન કાળા બજારી, સાયબર ક્રાઈમે એકની કરી ધરપકડ
હાલ કોરોના મહામારીમાં (Corona epidemic) અનેક દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનની (Remdesivir Injection) જરૂર પડી રહી છે. એવામાં લોકોને ઇન્જેક્શન ન મળતાં કાળાબજારીઓએ (Black Market) હવે સોશિયલ મીડિયાને માધ્યમ બનાવ્યું છે
Trending Photos
મૌલિક ધામેચા/ અમદાવાદ: હાલ કોરોના મહામારીમાં (Corona epidemic) અનેક દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શનની (Remdesivir Injection) જરૂર પડી રહી છે. એવામાં લોકોને ઇન્જેક્શન ન મળતાં કાળાબજારીઓએ (Black Market) હવે સોશિયલ મીડિયાને માધ્યમ બનાવ્યું છે. સોશિયલ મીડિયા (Social Media) પર ઇન્જેક્શન મળી જશે તેવી પોસ્ટ મૂકી લોકો પાસે પૈસા પડાવવામાં આવી રહ્યા છે.
ત્યારે ખોખરાના એક વ્યક્તિ સહિત શહેરના આઠેક લોકોએ આ જ રીતે ફેસબુકમાં (Facebook) પુટ મી ઈન ટચ પેજ ગ્રુપમાં પોસ્ટ વાંચી અને રૂપિયા આપી ઇન્જેક્શન (Remdesivir Injection) મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તેઓને રૂપિયા આપ્યા બાદ ઇન્જેક્શન ન મળતા સાયબર ક્રાઇમમાં (cyber crime) ફરિયાદ નોંધાવી હતી. ટેક્નિકલ એનાલિસિસથી (technical analysis) એક આરોપી મધ્યપ્રદેશનો (Madhya Pradesh) હોવાનું જાણીને એમપી પોલીસ સાથે સંકલન કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદમાં એક ખાનગી કંપનીના ડાયરેક્ટરને કોરોના પોઝિટિવ આવ્યો. જેથી ડોક્ટરે રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર હોવાનું જણાવ્યું હતું. પરંતુ તપાસ કરતા ઇન્જેક્શન મળ્યું નહીં. તેવામાં ફેસબુકના એક ગ્રુપમાં તેઓએ ઇન્જેક્શન મેળવવા બાબતે એક પોસ્ટ જોઈ હતી. જેમાં ઝાયડ્સ, કેડિલા, સિપ્લા જેવી ફાર્માસ્યુટિકલ કંપનીના નામથી ઇન્જેક્શન મળશે તેવું લખ્યું હતું. જો કે, તેમાં એક વોટ્સએપ નંબર પણ આપેલો હતો. જેથી તેઓએ આ નંબર પર સંપર્ક કર્યો હતો. જેમાં સામેવાળી વ્યક્તિએ પોતે કંપનીના અધિકારી તરીકેની ઓળખ આપી હતી. ત્યારબાદ ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન, દર્દીનું આધારકાર્ડ અને કોરોનાનો રિપોર્ટ મોકલવા કહ્યું હતું.
પોલીસ ગિરફતમાં ઉભેલા આ શખ્સ સાથે વાતચીત કરતા એક ઇન્જેક્શનનો ભાવ 3000 એમ કુલ 6 ઇન્જેક્શનના 18,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જો કે, તેઓએ ઓનલાઇન ટ્રાન્જેક્શન કર્યું હતું અને પૈસા તે વ્યક્તિને મોકલી આપ્યા હતા અને બાદમાં ઇન્જેક્શન ઘરે પહોંચી જશે તેવું કહેવામાં આવ્યું હતું. ઇન્જેક્શન ન મળતાં તે નંબર ઉપર ફોન કર્યો હતો પરંતુ નંબર બ્લોક કરી દેવામાં આવ્યો હતો.
જેથી તેઓએ ઇન્જેક્શન ન મળતા આ અંગે પોતાના રૂપિયા ગયા હોવાની સાયબર ક્રાઇમને જાણ કરી હતી. ત્યારે આ મામલે પોલીસે ગુનો નોંધી ટેક્નિકલ સર્વેલન્સ ગોઠવી આરોપીનું લોકેશન મધ્યપ્રદેશના રિયા જિલ્લામાં આવતું હતું. જેથી મધ્યપ્રદેશ પોલીસને જરૂરી લાઈઝનિંગ કરી આપતા મધ્યપ્રદેશ પોલીસે અભિષેક ગૌતમ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી.
તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, આ મેસેજ દ્વારા બીજા 6 થી 7 અમદાવાદના લોકો સાથે આ જ પ્રકારનો ફ્રોડ થયો છે. હાલ પોલીસને જાણકારી મળી છે કે, પકડાયેલા આરોપીએ અગાઉ નાના મોટા સાયબર ક્રાઇમને અંજામ આપ્યા હતા. આ અંગે મધ્યપ્રદેશમાં પણ પોલીસે ફરિયાદ નોંધી છે. પણ મહામારીમાં લોકોએ ઠગાઈથી બચવા સોશિયલ મીડિયાની આવી પોસ્ટથી દૂર રહેવું તે જ હિતાવહ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે