સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત! 35 વર્ષના યુવકનું માત્ર 6 જ સેકન્ડમાં મોત, ઘટના CCTVમાં કેદ

ગુજરાતમાં હાર્ટ એટેક થી મોતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયો હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે. ડુમસ રોડ વિસ્તારમાં આવેલા રિસોર્ટમાં કામ કરતો યુવક અચાનક કપડાં ધોતા ધોતા ઢળી પડ્યા બાદ મોતને ભેટ્યો હતો. 35 વર્ષીય વિકાસ મૈથી કપડા ધોતા ધોતા ઢળી પડ્યો હતો. ઘટના સીસીટીવી માં થઈ કેદ. વિકાસ સતીશ મૈથની ડુમસ રોડ ખાતે આવેલા રેમ્બો રિસોર્ટ ખાતે રહેતો હતો.

સુરતમાં વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત! 35 વર્ષના યુવકનું માત્ર 6 જ સેકન્ડમાં મોત, ઘટના CCTVમાં કેદ

ઝી બ્યુરો/સુરત: શહેરમાં હાર્ટ એટેકના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયો હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે. ડુમસ રોડ વિસ્તારમાં આવેલા રિસોર્ટમાં કામ કરતો યુવક અચાનક કપડાં ધોતા ધોતા ઢળી પડ્યા બાદ મોતને ભેટ્યો હતો.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, વિકાસ સતીશ મૈથની ડુમસ રોડ ખાતે આવેલા રેમ્બો રિસોર્ટ ખાતે રહેતો હતો. રિસોર્ટમાં સાફ-સફાઈ સહિતની કામગીરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. દસ દિવસ પહેલા જ વિકાસ રોજગારી માટે સુરત આવ્યો હતો.વિકાસ રિસોર્ટમાં પોતાના કપડાં ધોઈ રહ્યો હતો. દરમિયાન 8:30 વાગ્યા આસપાસ વિકાસ કપડા ધોતા ધોતા ઢળી પડ્યો હતો. જેથી સાથી કામદારો દોડી આવ્યા હતા અને વિકાસને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે જાહેર કર્યો હતો. વિકાસ દસ દિવસથી સુરત આવ્યો હોવાથી તેના પરિવાર અંગે પણ કોઈ માહિતી નથી.

જોકે પોલીસ એના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે.બીજી તરફ ઇચ્છાપોર વિસ્તારમાં 40 વર્ષ રામ બુજારક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. ઘરેથી નોકરી પર યુવક જવા નીકળ્યો હતો. તે દરમ્યાન ચાલતા ચાલતા ઢળી પડ્યો હતો. સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો ત્યાં મૃત જાહેર કર્યો હતો. પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news