અંબાલાલ પટેલે સાપના આકારની વીજળી સાથે કરી ભયાનક આગાહી, જુલાઈમાં આકાશમાં થશે કંઈક મોટું
Gujarat Wether Forecast : રાજ્યમાં આગામી 7 દિવસ મેઘો રહેશે મહેરબાન... આજે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.... તો અરવલ્લી, મહીસાગર, નર્મદામાં પણ પડશે વરસાદ..
Trending Photos
Ambalal Patel Prediction : ગુજરાતમાં હવે ચોમાસું જામ્યું છે. દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે મોસમના આ બદલાયેલા મિજાજ અંગે નવી આગાહી આવી છે. ગુજરાતમાં આજે સોમવારથી વાતાવરણમાં મોટો ફેરફાર આવ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સરક્યુલર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
હવામાન વિભાગના ડો.રામાશ્રય યાદવે જણાવ્યું કે, આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આજે સોમવારે જામનગર, દ્વારકા, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં ભારે થી અતિ ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી છે. તો જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, સુરત, ડાંગ, નવસારી, તાપીમાં આજે અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અરવલ્લી, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં આજે યેલો અલર્ટ જાહેર કરાયું છે. આજે દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમ સક્રિય થયું છે.
હવામાન વિભાગે અમદાવાદમાં આજે વરસાદની આગાહી કરી છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. 7 દિવસની આગાહી પર નજર કરીએ તો,
- 25 જૂન ભારેથી અતિભારે વરસાદની આગાહી. બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી. સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ
- 26 જૂન ભારે વરસાદની આગાહી છે. પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ
- 27 જૂન ભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી
- 28 જુન ભારે વરસાદની આગાહી છે. ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, દમણ, દાદા નગર હવેલી
તો આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 25 જૂનથી ચોમાસાની ગતિ આગળ વધશે. શ્રવણ પંચકમાં વરસાદ થાય તો તે પછી સારો વરસાદ થાય છે. આવતીકાલથી પંચક શરૂ થતાની સાથે વરસાદ પણ થતા સારા સંકેત ગણાય છે. આજે સવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરવો વરસાદ એ ચોમાસા આગમનનું સૂચન છે. 4 જુલાઈથી 8 જુલાઈ વચ્ચે સારો વરસાદ થવાની શક્યતા છે. રથયાત્રા દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ રહેશે. અષાઢ સુદ બીજે આથમતો સૂર્ય વાદળોમાં રહેવાની શક્યતા છે.
તો આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જુલાઈમાં વરસાદ કેવો રહેશે તેની આગાહી કરશે.
- 11 જુલાઈએ ઈસાની વીજળી થાય અને વીજળી સર્પ આકારે સફેદ રંગની થાય તો સવા ત્રણ દિવસે વરસાદ રહેવાની શક્યતા
- 15-16 જુલાઈએ રાજ્યમાં પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા
- 17-18 જુલાઈએ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા
- 19-22 જુલાઈએ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા
નકામી સમજીને ફેંકી દેતા કેરીના ગોટલીથી આ પાટીદાર મહિલા કરે છે કમાણી, અદભૂત છે આઈડિયા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે