પાક નિષ્ફળ જતા ગુજરાતમાં વધુ એક દેવાદાર ખેડૂતે કર્યું અગ્નિસ્નાન

રાજ્યમાં દિવસેને દિવસે ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. તો બીજી બાજુ મોંઘવારી ચિંતાજનક રીતે વધી રહી છે. એવામાં ધરતીપુત્રો ધીરજ ગુમાવી રહ્યાં છે અને ના છૂટકે આપઘાત કરી રહ્યાં છે. પાક નિષ્ફળ જતા વધુ એક ખેડૂતે આપઘાત કરી લીધો છે. જૂનાગઢના વંથલીના ખેડૂતે પાક નિષ્ફળ જવાની બીકે અગ્નિસ્નાન કરી લીધું.
 

પાક નિષ્ફળ જતા ગુજરાતમાં વધુ એક દેવાદાર ખેડૂતે કર્યું અગ્નિસ્નાન

હનીફ ખોખર/જૂનાગઢ: રાજ્યમાં દિવસેને દિવસે ખેડૂતોની આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. તો બીજી બાજુ મોંઘવારી ચિંતાજનક રીતે વધી રહી છે. એવામાં ધરતીપુત્રો ધીરજ ગુમાવી રહ્યાં છે અને ના છૂટકે આપઘાત કરી રહ્યાં છે. પાક નિષ્ફળ જતા વધુ એક ખેડૂતે આપઘાત કરી લીધો છે. જૂનાગઢના વંથલીના ખેડૂતે પાક નિષ્ફળ જવાની બીકે અગ્નિસ્નાન કરી લીધું.

મળી રહેલા માહિતી અનુસાર વંથલી તાલુકાના બંટીયા ગામમાં રહેતા હરસુખ ભાઇ જીવાભાઇ આરદેશણા નામના એક ધરતીપુત્રએ અગનપછેડી ઓઢી મોતને બાથ ભીડી લીધી હતી. મૃતક ખેડૂતના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે ,હરસુખભાઇ છેલ્લા કેટલાક દિવસોથી પાક નિષ્ફળ જવાને કારણે ટેન્શનમાં હતા, સાથે જ તેમના પર દેવું પણ વધી ગયું હતું.

ગુજરાતનું એક એવું મંદિર જ્યાં માનતા પુરી થતા ચઢાવાય છે જીવતા કરચલા

ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો હરસુખભાઇના ઘરે પહોંચી ગયો હતો અને પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બહાર આવ્યું કે હરસુખભાઇએ કેરોસીન છાંટી અગ્નીસ્નાન કર્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news