રાજકોટમાં ગુજસીટોકનો વધારે એક ગુનો દાખલ, નિખિલ દોંગા સહિત 12 આરોપીઓની ધરપકડ

ઓર્ગેનાઇઝ ક્રાઇમને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ ગુજસીટોકનો વધુ એક ગુનો સૌરાષ્ટ્રમાં નોંધાયો છે. રાજકોટ જિલ્લા પોલીસે નિખિલ દોંગા સહિત 12 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેની સમગ્ર તપાસ જેતપુર એ.એસ.પી દ્વારા ચલાવવામાં આવી રહી છે. ત્યારે કોણ છે એ ટોળકી અને શું છે તેઓની મોડેસઓપરેન્ડી જોઈએ આ કેદીઓ સાથે અનઅધિકૃત રીતે જેલમાં રહી ક્રાઇમ અંગે પ્લાન ઘડતા હોવાનું સામે આવ્યું. 
રાજકોટમાં ગુજસીટોકનો વધારે એક ગુનો દાખલ, નિખિલ દોંગા સહિત 12 આરોપીઓની ધરપકડ

રક્ષિત પંડ્યા/અમદાવાદ : ઓર્ગેનાઇઝ ક્રાઇમને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ ગુજસીટોકનો વધુ એક ગુનો સૌરાષ્ટ્રમાં નોંધાયો છે. રાજકોટ જિલ્લા પોલીસે નિખિલ દોંગા સહિત 12 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેની સમગ્ર તપાસ જેતપુર એ.એસ.પી દ્વારા ચલાવવામાં આવી રહી છે. ત્યારે કોણ છે એ ટોળકી અને શું છે તેઓની મોડેસઓપરેન્ડી જોઈએ આ કેદીઓ સાથે અનઅધિકૃત રીતે જેલમાં રહી ક્રાઇમ અંગે પ્લાન ઘડતા હોવાનું સામે આવ્યું. 

રાજકોટ રેન્જ વિસ્તારમાં આવતા 5 જિલ્લાની હદમાં થતા ઓર્ગેનાઇઝ ક્રાઇમ અટકાવવા રેન્જ આઇજી દ્વારા સૂચના આપવામાં આવી જે અંતર્ગત રાજકોટ જિલ્લા પોલીસે ગોંડલ ના ભુમાફિયા નિખિલ દોંગા સહિત 12 શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.. આરોપી નિખિલ દોંગા અને તેની ટોળકી દ્વારા ન માત્ર રાજકોટ પરંતુ રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને સુરેન્દ્રનગર જિલ્લામાં મળી કુલ 113 ગુના આચરેલ છે જે અંગે હાલમાં પોલીસે નિખિલ દોંગા સહિત 3 આરોપીઓનો જેલમાંથી કબજો મેળવવા કાર્યવાહી હાથ ધરી છે જ્યારે 7 આરોપીઓની ધરપકડ કરી ફરાર 2 આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.. હાલ રાજકોટ જિલ્લામાં પ્રથમ અને સૌરાષ્ટ્રમાં પાંચમી વખત ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે જે અંગે ની તપાસ જેતપુર એ.એસ.પી દ્વારા કરવામાં આવી રહી છે.

શું છે આરોપીઓની મોડેસ ઓપરેન્ડી .? 
પોલીસ ના જણાવ્યા મુજબ ભુમાફિયા નિખિલ દોંગા હાલ જેલમાં બંધ છે.. અને ગોંડલ જેલમાં અનઅધિકૃત પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદના આધારે જેલ વડા દ્વારા તપાસ ના આદેશ આપવામાં આવ્યા હતા જેમાં ગોંડલ જેલ ખાતે તપાસ કરતા જેલમાં કેદીઓ સાથે અનઅધિકૃત રીતે 6 લોકો રહેતા હોવાનું અને તેમની પાસેથી મોબાઇલ ફોન હોવાનું સામે આવ્યું હતું જે લોકો કેદીઓ સાથે મળી ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવા અંગે પ્લાન ઘડતા હોવાનું સામે આવ્યું છે.. પોલીસ તપાસમાં તમામ આરોપીઓ દ્વારા અત્યાર સુધી કુલ 117 ગુના આચરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે સાથે જ 12 પૈકી 2 આરોપી સામે ભૂતકાળમાં પાસા હેઠળ પણ કાર્યવાહી થવા પામેલ છે.

હાલ તો પોલીસે આ મામલે જેલમાંથી નિખિલ દોંગા સહિત 3 આરોપીઓનો કબ્જો લેવાની કાર્યવાહી અને પકડાયેલ અન્ય શખ્સોના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.. પોલીસની કડક કાર્યવાહીથી રાજકોટ જિલ્લામાં પૂર્વ આયોજિત કાવતરાથી થતા ગુનાઓ કરતા ગુનેગારોમાં ફફડાટ જોવા મળશે.. ત્યારે ભુમાફિયા નિખિલ દોંગા સાથે કોઇ રાજકીય નેતાઓ કે અન્ય કોઈ સમાજના આગેવાનોની સંડોવણી ખુલવા પામે છે કે કેમ તે જોવું મહત્વનું રહ્યું.. ?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news