અમદાવાદ: ફૂટપાથ પર મંડપ બાંધતા જવેલર્સને JET ટીમે ફટકાર્યો એક લાખનો દંડ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગની જોઇન્ટ એનફોર્સમેન્ટ ટીમ કડક હાથે સમગ્ર શહેરમાં કામગીરી કરી રહી છે. ત્યારે આજે દક્ષિણ-પશ્ચિમઝોનની ટીમ પોતાના નિયત રૂટ ઉપર રાઉન્ડમાં હતી તે સમયે શિવરંજની ચાર રસ્તા નજીકની આ પ્રખ્યાત જ્વેલર્સ શોપને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે. 
 

અમદાવાદ: ફૂટપાથ પર મંડપ બાંધતા જવેલર્સને JET ટીમે ફટકાર્યો એક લાખનો દંડ

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ વિભાગની જોઇન્ટ એનફોર્સમેન્ટ ટીમ કડક હાથે સમગ્ર શહેરમાં કામગીરી કરી રહી છે. ત્યારે આજે દક્ષિણ-પશ્ચિમઝોનની ટીમ પોતાના નિયત રૂટ ઉપર રાઉન્ડમાં હતી તે સમયે શિવરંજની ચાર રસ્તા નજીકની આ પ્રખ્યાત જ્વેલર્સ શોપને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે. 

જ્વેલર્સના સંચાલકો દ્વારા રોડના ફૂટપાથ અને માર્જીનની જગ્યામાં આખેઆખો મંડપ ઉભો કરી દેવાયાનુ ધ્યાને આવતા તંત્ર દ્વારા રૂપિયા 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. નોંધનીય છે કે, સફાઇ, દબાણ, પાર્કિંગ સહીતના મુદ્દે પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના 5 કર્મચારીઓની એક ટીમ બનાવાઇ છે. જે શહેરના તમામ 48 વોર્ડમાં ફરીને દરરોજ આ પ્રકારની કામગીરી કરી રહી છે.

કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવેલી જેઇટીની ટીમ દ્વારા શહેરમાં અનેક વિસ્તારોમાં ફરી રહી છે. ત્યારે શિવરંજની ચાર રસ્તા પર આવેલા પ્રખ્યાત જ્વેલરી શોપ દ્વારા રોડ પર વિશાળ મંડપ બાંઘતા જેઇટીની ટીમ દ્વારા જ્વેલરી શોપને રૂપિયા એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news