સીએમ રૂપાણીની કારનો ફોટો વાયરલ કરવા મામલે સુરતના એક શખ્સની ધરપકડ

ટ્રાફિકના નવા કાયદાને લાગુ કર્યા બાદથી જ સીએમ રૂપાણીની સ્કોર્પિયો કારની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, સીએમ રૂપાણીની ગાડીનું પીયુસી અને ઈનશ્યોરન્સ નથી

સીએમ રૂપાણીની કારનો ફોટો વાયરલ કરવા મામલે સુરતના એક શખ્સની ધરપકડ

તેજશ મોદી/મૌલિક ધામેચા, અમદવાદ: ટ્રાફિકના નવા કાયદાને લાગુ કર્યા બાદથી જ સીએમ રૂપાણીની સ્કોર્પિયો કારની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, સીએમ રૂપાણીની ગાડીનું પીયુસી અને ઈનશ્યોરન્સ નથી. જે દાવો ખોટો હોવાનું સામે આવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે, ત્યારે અમદાવાદ-સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ આદરી હતી અને ક્રાઇમ બ્રાન્ચે સુરતના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આ મુદ્દે ક્રાઇમબ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

તાજેતરમાં સીએમ રૂપાણીની સ્કોર્પિયો ગાડી નં. GJ-18-G-9085ની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી. આ તસવીરમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સીએમ રૂપાણીની કારનું પીયુસી અને વીમો નથી. જો કે, આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબીત થતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ખોટી માહિતી પ્રસારિત કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં સુરતના એક યુવકનું નામ સામે આવ્યું હતું. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે અફરાજ રઝા શેખ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. તો હાલ આ અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખની છે કે, રાજ્યના વાહન વ્યવાહર મંત્રી આર.સી. ફળદુએ આ મામલે ખુલાસો કર્યો હતો. આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, ‘સીએમ રૂપાણી તરફથી ઉપયોગમાં લેવામાં આવતા બંને વાહનો GJ18G 9085 અને GJ18G 9086 ડીજીપી અને આઈજીપી ભવનના નામે નોંધાયેલા છે. બંને વાહનોની રજીસ્ટ્રેશનની સમય મર્યાદા 15 વર્ષની છે. આથી તેમની સમયમર્યાદા અંગે કોઈ પ્રશ્ન ઉભો થતો નથી. 2029 સુધીની બંને વાહનોની વેલિડિટી છે. બંને વાહનોનો નેશનલ ઇન્શ્યોરન્સ કંપની મારફતે 31-12-2019 સુધીનો વીમો લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના કાફલાના તમામ વાહનોનાં PUC સર્ટિફિકેટની મુદત 30-09-2019 સુધીની છે.’

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news