શિક્ષકો પોતાની જગ્યાએ ડમી મુકીને રજા પર, વાંચીને તમારૂ મગજ ચકરાઇ જશે
જીલ્લામાં શિક્ષણ વિભાગમાં વધુ એક કાંડ સામે આવ્યું છે, પોતાની આવેજીમાં ખાનગી વ્યક્તિને ભણાવવા મોકલતા શાળાના મુખ્ય શિક્ષકના આ કાંડનો પર્દાફાશ થતાં જિલ્લા વિકાસ અધિકારીએ આ કાંડમાં સંડોવાયેલ મુખ્ય શિક્ષક સહિત તાલુકા શિક્ષણાધિકારી, બીઆરસી અને સીઆરસીને સસ્પેન્ડ કરતાં શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જીલ્લામાં શિક્ષણ ની કથળેલી સ્થિતિ વચ્ચે વધુ એક બોગસ શિક્ષક નો કાંડ સામે આવ્યું છે, છોટાઉદેપુર જીલ્લામાં શિક્ષણ ની કથળેલી સ્થિતિ માટે જિલ્લાના પ્રાથમિક શિક્ષકો કેટલા સંવેદનશીલ છે, તેનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
Trending Photos
જમીલ પઠાણ/છોટાઉદેપુર: જીલ્લામાં શિક્ષણ વિભાગમાં વધુ એક કાંડ સામે આવ્યું છે, પોતાની આવેજીમાં ખાનગી વ્યક્તિને ભણાવવા મોકલતા શાળાના મુખ્ય શિક્ષકના આ કાંડનો પર્દાફાશ થતાં જિલ્લા વિકાસ અધિકારીએ આ કાંડમાં સંડોવાયેલ મુખ્ય શિક્ષક સહિત તાલુકા શિક્ષણાધિકારી, બીઆરસી અને સીઆરસીને સસ્પેન્ડ કરતાં શિક્ષણ આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જીલ્લામાં શિક્ષણ ની કથળેલી સ્થિતિ વચ્ચે વધુ એક બોગસ શિક્ષક નો કાંડ સામે આવ્યું છે, છોટાઉદેપુર જીલ્લામાં શિક્ષણ ની કથળેલી સ્થિતિ માટે જિલ્લાના પ્રાથમિક શિક્ષકો કેટલા સંવેદનશીલ છે, તેનો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની મનજીપૂરા પ્રાથમિક શાળામાં ....ખુદ શાળાના મુખ્ય શિક્ષક જ શાળામાં ક્યારેય ભણાવતા નથી ...માત્ર પોતાની ઓનલાઈન હાજરી પુરાવી પોતાની દુકાને જઇ પોતાનો સોની નો ધંધો સંભાળે છે અને રૂપિયા પંચાણુ હજાર નો પગાર મેળવતા મુખ્ય શિક્ષક ત્રિમૂર્તિ ચોક્સી એ પોતાની આવેજી માં શાળામાં ભણાવવા માટે ગેરકાયદેસર રીતે એક ખાનગી બહેન ને નોકરી ઉપર રાખી છે , અને આ સિલસિલો વર્ષો થી ચાલી રહ્યો છે, આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે કોઈ જાગૃત નાગરિકે ગાંધીનગર શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીને આની ફરિયાદ કરતાં શિક્ષણ વિભાગ તરફથી મળેલ સૂચનાને લઈ છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારીએ શાળાની મુલાકાત લીધી. પાંચમી માર્ચ ના રોજ જિલ્લા વિકાસ અધિકારીએ એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ અને ગ્રામજનોની હાજરીમાં શાળાની મુલાકાત લીધી હતી.
દરમિયાન મુખ્ય શિક્ષક ત્રિમૂર્તિ ચોક્સી ગેરહાજર હતા , જ્યારે એમની આવેજીમાં અન્ય પાયલ પટેલ નામના ખાનગી બહેન ધોરણ પાંચમા અભ્યાસ કરાવતા હતા ..અને આ પાયલ પટેલ ખુદ સીઆરસી વિપુલ પટેલ ની પત્ની છે અને રૂપિયા દસ હજાર પગારમાં તેઓને મુખ્ય શિક્ષકે ગેરકાયદેસર રીતે નોકરી ઉપર રાખ્યા છે . શાળાના વિધ્યાર્થીઓ, શાળાના અન્ય શિક્ષકો,શાળાનો રેકોર્ડ અને ગ્રામજનો પાસેથી મળેલ માહિતી મુજબ મળેલ ફરિયાદ સાચી ઠરી હતી અને એમાં મુખ્ય શિક્ષક સહિત CRC , BRC અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ની મિલીભગત હોવાનું સામે આવ્યું હતું જેને લઈ જિલ્લા વિકાસ અધિકારી એ શાળાના મુખ્ય શિક્ષક ત્રિમુર્તિ ચોક્સી , સીઆરસી વિપુલ પટેલ , BRC વીરૂ ગમારા અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અરવિંદ કે રાઠવા ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે તો ગેરકાયદેસર રીતે નોકરી કરનાર બોગસ શિક્ષિકા સામે પોલીસ ફરિયાદ ની તજવીજ હાથ ધરતા શિક્ષણ આલમ માં ખળભળાટ મચી જવા પામ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે