અમેરિકામાં સ્ટોર પર કામ કરતા 2 ગુજરાતી યુવકોએ અશ્વેત લૂંટારુઓને પડકાર્યા, અંતે મોતને ભેટ્યા

અમેરિકા (America) ના ડેન્માર્ક વધુ બે ગુજરાતીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બંને યુવકો મહેસાણા (Mehsana) ના રહેવાસી છે. મહેસાણા કડી તાલુકાના ભટાસણ ગામના કિરણ પટેલ અને ખરણા ગામના ચિરાગ પટેલ (NRG) ની અશ્વેત યુવકો દ્વારા હત્યા (Murder) કારઈ છે. બંને ડેન્માર્કના સાઉથ કેરોલીના (South Carolina) ના એક સ્ટોરમાં નોકરી કરતા હતા. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
અમેરિકામાં સ્ટોર પર કામ કરતા 2 ગુજરાતી યુવકોએ અશ્વેત લૂંટારુઓને પડકાર્યા, અંતે મોતને ભેટ્યા

અમદાવાદ :અમેરિકા (America) ના ડેન્માર્ક વધુ બે ગુજરાતીઓની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બંને યુવકો મહેસાણા (Mehsana) ના રહેવાસી છે. મહેસાણા કડી તાલુકાના ભટાસણ ગામના કિરણ પટેલ અને ખરણા ગામના ચિરાગ પટેલ (NRG) ની અશ્વેત યુવકો દ્વારા હત્યા (Murder) કારઈ છે. બંને ડેન્માર્કના સાઉથ કેરોલીના (South Carolina) ના એક સ્ટોરમાં નોકરી કરતા હતા. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.

અમેરિકાના સાઉથ કેરોલીનાના પેટ્રોલ પંપ પર લોહિયાળ ઘટના બની હતી. મહેસાણા જિલ્લાના બે યુવકો ચિરાગ પટેલ તથા કિરણ પટેલ છેલ્લાં અમેરિકાના પેટ્રોલપંપ પર આવેલ એક સ્ટોરમાં નોકરી કરતા હતા. ત્યારે ચાર અશ્વેત યુવક ત્યાં પહોંચ્યા હતા. ચારેયે પહેલા તો ચિરાગ અને કિરણ સાથે પૈસા મામલે ઝઘડો શરૂ કર્યો હતો, અને બાદમાં ઝપાઝપી અને છુટ્ટા હાથની મારામારી થઈ હતી. જેના બાદ હુમલાખોરોએ બંદૂક કાઢીને ચિરાગ અને કિરણ પર ધડાધડ ગોળીઓ છોડી હતી. આ ઘટનામાં બંને ગુજરાતી યુવકોના કરુણ મોત નિપજ્યા છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પોલીસે તપાસતા તેમાં સ્પષ્ટ જોવા મળ્યું કે, અશ્વેત યુવકો લૂંટના હેતુથી સ્ટોરમાં ઘૂસ્યા હતા. બંનેને ચિરાગ અને કિરણ સાથે રકઝક થઈ હતી, બંને ગુજરાતી યુવકોએ લૂંટારુઓને પડકારતા તેઓએ ગોળી ચલાવી હતી.

સસ્તામાં તાજમહેલના દિદાર કરવાનો નવો મોકો મળ્યો મુસાફરોને, એ પણ ચાંદની રાતમાં

એક જ જિલ્લાના વતની હોવાથી બંને યુવકોના મોતથી મહેસાણામાં ચર્ચા જાગી હતી. તો સાથે જ મહેસાણા રહેતા તેમના પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી છે. બંને યુવકોના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ હાથ ધરાશે. જેના બાદ મૃતદેહોને ભારત લાવવાની કાર્યવાહી કરાશે. આ સમગ્ર કામગીરીમાં 3 થી 4 દિવસનો સમય લાગી જશે. 

ભટાસણનો કિરણ પટેલ છેલ્લાં 10 વર્ષથી પોતાના પરિવાર સાથે અમેરિકા રહે છે. તેના મોતથી તેની પત્ની અને પુત્ર પર આભ ફાટી નીકળ્યું હતું. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news