હવે સરકારી કર્મચારીઓને 10 લાખને બદલે 20 લાખની મર્યાદામાં ગ્રેજ્યુઇટી ચુકવાશે

રાજ્યના સરકારી કર્મચારીઓ માટે વધુ એક નિર્ણય રાજ્ય સરકારે કરી તેમની ગ્રેજ્યુઇટીની મળવાપાત્ર રકમની મર્યાદામાં બમણો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્મચારીલક્ષી કરેલી જાહેરાત મુજબ બોર્ડ-નિગમ-કોર્પોરેશન સહિત સરકારી અધિકારીને આ લાભ મળવાપાત્ર થશે.

હવે સરકારી કર્મચારીઓને 10 લાખને બદલે 20 લાખની મર્યાદામાં ગ્રેજ્યુઇટી ચુકવાશે

હિતલ પારેખ/ગાંધીનગર: રાજ્યના સરકારી કર્મચારીઓ માટે વધુ એક નિર્ણય રાજ્ય સરકારે કરી તેમની ગ્રેજ્યુઇટીની મળવાપાત્ર રકમની મર્યાદામાં બમણો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્મચારીલક્ષી કરેલી જાહેરાત મુજબ બોર્ડ-નિગમ-કોર્પોરેશન સહિત સરકારી અધિકારીને આ લાભ મળવાપાત્ર થશે.

પેન્શન અને ગ્રેજ્યુઇટી એક્ટ અંતર્ગત ભારત સરકારે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને રૂપિયા 10 લાખની મર્યાદામાં મળવાપાત્ર ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરી રૂપિયા ૨૦ લાખની મર્યાદામાં ગ્રેજ્યુઇટી ચુકવવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે પણ કર્મચારીલક્ષી નિર્ણય લઇ કર્મચારીઓને મળવાપાત્ર ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરી રૂપિયા 2૦ લાખની મર્યાદામાં ગ્રેજ્યુઇટી ચુકવવાનો નિર્ણય અગાઉ કરેલ છે.

સુરત: વીમાના નામે ફોન કરીને 44 લાખની છેતરપીંડી કરનાર શખ્શ ઝડપાયો

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારે ગુજરાત આદ્યોગિક વિકાસ નિગમ લી. અને ગુજરાત ઉર્જા વિકાસ એન્જસી દ્વારા મળેલી દરખાસ્તને મંજૂરી આપી જીઆઇડીસી અને જેડાના અધિકારીઓને રૂપિયા ૧૦ લાખની મર્યાદાના બદલે રૂપિયા ૨૦ લાખની મર્યાદામાં ગ્રેજ્યુઇટી આપવાનો નિર્ણય કર્યો છે.

નવા ડોક્ટરોએ હવે ફરજિયાત એક વર્ષ ગામડાઓમાં સેવા આપવી પડશે

આ નિર્ણયથી ગુજરાત આદ્યોગિક વિકાસ નિગમ લી.ને આશરે રૂપિયા 10 કરોડનું નાણાકીય ભારણ તથા ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીને રૂપિયા 82 લાખનું નાણાકીય ભારણ થશે. રાજ્યના અન્ય નિગમો,બોર્ડ,કોર્પોરેશનોના અધિકારી, કર્મચારીઓના કિસ્સામાં પણ રૂપિયા 20 લાખની મર્યાદામાં ગ્રેજ્યુઇટી ચુકવવા તબક્કાવાર રાજ્ય સરકાર દ્ધારા નિર્ણય કરવામાં આવ્યો છે.

LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news