માત્ર પેટ્રોલ-ડીઝલના ભાવ જ નહી, પણ રોજિંદી વપરાશની વસ્તુઓ બની છે આટલી મોંઘી, ભાવ સાંભળી ધ્રાસકો પડશે
ઘઉંનો લોટ જે અગાઉ 20 રૂપિયા કિલો હતો તે હવે 40 રૂપિયા કિલો મળે છે. લાલ મરચું 150 રૂપિયા કિલો હતું તે હાલ 500 રૂપિયા કિલો છે, તેલનો 1. 5 વર્ષ અગાઉનો ભાવ 1200 રૂપિયા હતો તે હાલ 2850 ના ભાવે મળી રહ્યો છે. નિશ્ચિત રૂપે આ મોંઘવારી મુશ્કેલમાં મૂકનારી છે.
Trending Photos
અમદાવાદ: વધતી જતી મોંઘવારી ભયાવહ દાવાનળ સમાન બની છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, અનાજ, મરી મસાલા હોય કે શાકભાજી તમામના ભાવમાં તોતિંગ વધારો છે. જથ્થાબંધ વસ્તુઓમાં મોંઘવારીનો વૃદ્ધિનો દર 15% થી વધુના દરે નોંધાયો છે. આ આંકડો સામાન્ય પરિવારોના બજેટ ઉપર ભાર વધારી રહ્યો છે. શરૂઆત પેટ્રોલ ડીઝલથી કરીયે કારણકે પેટ્રોલ અને ડીઝલમાં સામાન્ય વધારો પણ આપણા અર્થતંત્ર ઉપર મોટી અસર વર્તાવે છે. દર વખતે પેટ્રોલ અને ડીઝલમાં પૈસા પૈસાના ભાવે થતો વધારાએ એક જ વર્ષમાં પેટ્રોલને 17.51 રૂપિયાના વધારા જયારે ડીઝલને 12. 47 રૂપિયાના વધારા ઉપર પહોંચાડ્યો છે.
ગત વર્ષે 2021 ના પ્રારંભમાં પેટ્રોલ 87. 57 રૂપિયા પ્રતિ લિટરે જયારે ડીઝલ 86. 96 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું હતું. 2020 માં પેટ્રોલ 72.51 રૂપિયા અને ડીઝલ 71.16 રૂપિયાના ભાવે વેચાતું હતું. 2022માં ભાવમાં જૂજ વધારો થતા લોકોએ એક લીટર પેટ્રોલ માટે. 105. 8 રૂપિયા જયારે ડીઝલ માટે 99. 43 રૂપિયા ખર્ચ કરવા પડી રહ્યા છે.
આ મોંઘવારીનો સૌથી વધુ ભાર ગૃહણીઓ ઉપર પડી રહ્યો છે. કાલુપુર બજારમાં કરિયાણાની દુકાન ચલાવતા વેપારીનું કહેવું છે કે આવી મોંઘવારી તેમણે પહેલા ક્યારેય જોઈ નથી. દરેક વસ્તુઓ એક બે વર્ષમાં બમણા ભાવે વેચાઈ રહી છે. ઘઉંનો લોટ જે અગાઉ 20 રૂપિયા કિલો હતો તે હવે 40 રૂપિયા કિલો મળે છે. લાલ મરચું 150 રૂપિયા કિલો હતું તે હાલ 500 રૂપિયા કિલો છે, તેલનો 1. 5 વર્ષ અગાઉનો ભાવ 1200 રૂપિયા હતો તે હાલ 2850 ના ભાવે મળી રહ્યો છે. નિશ્ચિત રૂપે આ મોંઘવારી મુશ્કેલમાં મૂકનારી છે.
વાત માત્ર અહીં જ આવીને પુરી નથી થતી. રોજિંદી જરૂરિયાતમાંથી બાકાત ન કરી શકાય તેવી શાકભાજી પણ લોકોને રડાવી રહી છે. ટામેટા હાલ 70-80 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે. જે માત્ર 2 -3 મહિના પહેલા 20 રૂપિયા કિલોમાં વેચાતા હતા. લીંબુ 160, પરવળ 160 કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. કેરીનું અથાણું બનાવવું પણ મોંઘુ પડી રહ્યું છે. કારણ કે કેરી અને ગુંદા બંને બજારમાં 100-100 રૂપિયા કિલો મળી રહ્યા છે. સાથે અથાણામાં વપરાતા તેલ અને મસાલાના ભાવમાં પણ ધરખમ વધારો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે