રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરતા સ્વામીઓનું વધુ એક મોટું કારસ્તાન
રાજકોટ શહેર એસીપી ક્રાઇમ ભરત બસિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના ફરિયાદી જસ્મીન માઢકએ ફરિયાદ આપી છે જેમાં તેમને જણાવ્યું હતું કે, મંદિર અને ગૌશાળા બનાવવા માટે આપની જરૂરિયાત છે તમને પણ આમાં પૈસા મળશે.
Trending Photos
દિવ્યેશ જોશી/રાજકોટ: સ્વામિનારાયણ સંપ્રદાયને બદનામ કરતા સ્વામીઓનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. જેમાં રાજકોટમાં જમીન મકાનનું કામ કરતા જસ્મીનભાઈ બાલાશંકરભાઈ માઢકએ જૂનાગઢ શ્રીધામ ગુરુકુળ ઝાલણસરના વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વીપી સ્વામી, જૂનાગઢ તળેટી રોડ સ્વામિનારાયણ મંદિરના જયકૃષ્ણસ્વામી ઉર્ફે જેકે સ્વામી, અંકલેશ્વર રૂશીકુલ ગૌધામના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી. આણંદ સિદ્ધેશ્વર ગૌશાળાના દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ઘોરી, પીપળજના ભુપેન્દ્ર શનાભાઈ પટેલ અને લિંબના વિજય આલુંસિહ ચૌહાણ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં રૂપિયા 3.40 કરોડની છેતરપીંડી આચર્યા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
રાજકોટ શહેર એસીપી ક્રાઇમ ભરત બસિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના ફરિયાદી જસ્મીન માઢકએ ફરિયાદ આપી છે જેમાં તેમને જણાવ્યું હતું કે, મંદિર અને ગૌશાળા બનાવવા માટે આપની જરૂરિયાત છે તમને પણ આમાં પૈસા મળશે. ખેડૂત સાથે તમે બેઠક કરશો તો સસ્તામાં જમીન મળી શકશે અને તમને પણ પૈસા મળશે કહી ખોટા દલાલ અને ખોટા ખેડૂત ઉભા કરી રૂપિયા 3 કરોડથી વધુ પડાવ્યા હતા.
જેની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે જેમાં આરોપી તરીકે માધવપ્રિય સ્વામી ઉર્ફે એમપી સ્વામી, સુરેશ ઘોરી, જયકૃષ્ણ સ્વામી ઉર્ફે જે કે સ્વામી, દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડી પી સ્વામી, લાલજીભાઈ ઢોલા, ભુપેન્દ્ર પટેલ, વિજયસિંહ ચૌહાણ, અને વિજયપ્રકાશ સ્વામી ઉર્ફે વી પી સ્વામીના નામ આપ્યા છે. જેને લઇ ભક્તિ નગર પોલીસ દ્વારા આઇપીસી કલમ 406, 420, 409, અને 120(બી) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આરોપીઓ વિરુધ્ધ અગાઉ પણ રાજકોટ ઉપરાંત સુરત અમદાવાદ આણંદ નડિયાદ સહિત પોલીસ સ્ટેશનમાં આઠ જેટલા ગુના નોંધાઈ ચુક્યા છે. હાલ તમામ આરોપીઓ નાસ્તા ફરી રહ્યા છે જેને પકડવા માટે અલગ અલગ ટિમો બનાવી તપાસ કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે