યુએન મહેતા હોસ્પિટલના તબીબનું મહિલા સાથે અભદ્ર વર્તન, મામલો તૂલ પકડતા હોસ્પિટલે આપ્યો ખુલાસો
Sexual Harassment In UN Mehta Hospital : મહિલા સ્ટાફે પત્રમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે. નોકરી જવાના ડરે એક મહિલાએ નામ લખ્યા વગર ગૃહ રાજ્યમંત્રી, પોલીસ કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી છે
Trending Photos
Ahmedabad News : અમદાવાદની ફેમસ યુએન મહેતા હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલના સીનિયર તબીબ સામે મહિલા સ્ટાફે ભયંકર મોટા આક્ષેપ લગાવ્યા હોવાનું સામે આવ્યું છે. સીનિયર તબીબના મહિલાઓ સાથેના અભદ્ર વ્યવહારનો કિસ્સો પોલીસ કમિશનર અને ગૃહ વિભાગ સુધી પહોંચ્યો હોવાની વાત સામે આવી છે. મહિલાઓએ હોસ્પિટલમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટીને ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટીના કોર્ડીનેટર દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આવી કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ મળી ન હતી. સંસ્થાના ટોચના એક ડોક્ટરના નામ સામે થયેલા સેક્સ્યુઅલ હેરેસમેન્ટનાં આક્ષેઓની વાત તદ્દન પાયાવિહોણી અને સત્યથી વેગળી છે.
શું હતો આખો મામલો
મહિલા સ્ટાફે પત્રમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો છે. નોકરી જવાના ડરે એક મહિલાએ નામ લખ્યા વગર ગૃહ રાજ્યમંત્રી, પોલીસ કમિશનર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી છે. મહિલાઓએ પત્રમાં લખ્યું કે, આ તબીબ વર્ષ 2013 થી યુએન મહેતા હોસ્પિટલમાં કામ કરે છે પણ તેમનું મહિલા કર્મચારીઓ સાથેનું વર્તન ખૂબ જ તોછડાઈ ભર્યુ અને શરમજનક છે. તેઓ છોકરીઓ સાથે ગંદી અને અભદ્ર ભાષામાં વાતો કરે છે. અમુક નર્સિંગ સ્ટાફ સાથે અડપલા કરે છે. આ બાબત બધાને ખબર છે, પરંતુ તો હવે ડિરેક્ટર હોવાથી કોઈ કંઈ બોલી શકતું નથી.
આ પણ વાંચો :
અમદાવાદમાં આવેલી યુએન મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડીઓલોજીસ્ટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટની ફરિયાદ અંગે સર્જાયેલા વિવાદનો મામલો હવે તૂલ પકડી રહ્યો છે. સંસ્થાના ટોચના એક ડોક્ટર મહિલા સ્ટાફ સાથે અભદ્ર ભાષામાં વાતચીત કરતા હોવાનો તેમજ અમુક નર્સિંગ સ્ટાફ સાથે છેડછાડ કરતા હોવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો. સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટીમાં કેટલીક છોકરીઓ ફરિયાદ કરવા ગઈ હતી, પરંતુ ફરિયાદ લેવાની ના પાડ્યા હોવાની વાત વહેતી થઈ હતી. જોકે, ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટીના કોર્ડીનેટર દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, આવી કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ મળી ન હતી. સંસ્થાના ટોચના એક ડોક્ટરના નામ સામે થયેલા સેક્સ્યુઅલ હેરેસમેન્ટનાં આક્ષેઓની વાત તદ્દન પાયાવિહોણી અને સત્યથી વેગળી છે.
યુએન મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડિયોલોજિસ્ટ એન્ડ રિસર્ચ સેન્ટરના ઇન્ચાર્જ એડમિનિસ્ટ્રેટિવ મેનેજર ડોક્ટર નૈતિક પટેલે જણાવ્યું કે, ડોક્ટર દ્વારા મહિલા સ્ટાફ સાથે અભદ્ર ભાષામાં વાતચીત અથવા નર્સિંગ સ્ટાફ સાથે છેડછાડ કરવામાં આવી હોય એ અંગે કોઈ રજૂઆત ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટી પાસે થઈ નથી. જો પુરાવા આધારિત ફરિયાદ આવશે તો નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરાશે. સમગ્ર મામલે ઇન્સ્ટિટયૂટના સંસ્થાપક તેમજ ઇન્સ્ટિટ્યૂટની પ્રતિષ્ઠાને હાની કરવાનું કાવતરું ગણાવવામાં આવ્યું છે. આ મામલે ઇન્ટર્નલ કમ્પ્લેન કમિટીના કોર્ડીનેટર દ્વારા રિપોર્ટ કરાયો છે.
આ પણ વાંચો : MahaShivratri : અંબાણી પરિવાર પહોંચ્યો સોમનાથના દ્વાર, મુકેશ-આકાશ અંબાણીએ કર્યા દાદાના દર્શન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે