ગુજરાતીઓમાં ચિંતા પેઠી! ઉત્તર-મધ્ય ગુજરાત રહેશે કોરુંધાકોર, આ આગાહી વાંચી છૂટી જશે પરસેવો!

રાજ્યમાં આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેની અસરના કારણે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં મોડી રાત્રે થોડો પણ સારો વરસાદ વરસ્યો હતો. પરંતુ હજુ સાંબેલાધાર વરસાદની મજા ક્યાંય જોવા નથી મળી. નદીઓમાં ઘોડાપુર, ડેમ ઓવરફ્લો, રોડ-રસ્તા અને ખેતરમાં પાણી હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા નથી.

ગુજરાતીઓમાં ચિંતા પેઠી! ઉત્તર-મધ્ય ગુજરાત રહેશે કોરુંધાકોર, આ આગાહી વાંચી છૂટી જશે પરસેવો!

Gujarat Monsoon 2024: ગુજરાતમાં ચોમાસું વિધિવત શરૂ થઈ ગયું છે, પરંતુ છેલ્લા એક-બે દિવસ વરસાદે હાથ તાળી આપી દીધી હતી. પરંતુ ફરી એકવાર છૂટોછવાયો વરસાદ શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. તો હજુ પણ હવામાન વિભાગે ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરી છે. ત્યારે ક્યારે ક્યાં વરસાદનું છે અનુમાન?

  • હાથ તાળી આપતો વરસાદ ફરી આવ્યો 
  • ફરી એકવાર રાજ્યમાં છૂટોછવાયો વરસાદ 
  • અમદાવાદમાં મનમુકીને વરસ્યા મેઘરાજા!
  • હવામાન વિભાગે કરી વધુ વરસાદની આગાહી 

ચોમાસું શરૂ થતાં જ મોરના ટહુકા સંભળાવા લાગે છે, ખેડૂતો હાથમાં હળ લઈને ખેડ કરતા જોવા મળે છે. અને વરસાદને કારમે ચારે બાજુ નયનરમ્ય દ્રશ્યોનું સર્જન થઈ જાય છે...સૂર્ય દેવ બહુ ઓછી દેખા દે છે, પરંતુ વરુણ દેવના દર્શન સતત થવા લાગે છે. હાલ ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી વરસાદ હાથ તાળી આપી રહ્યો હતો. 

જો કે હવે મેઘરાજા ફરી સેકન્ડ ઈનિંગ શરૂ થઈ ગઈ છે અને તેનો સામનો અમદાવાદે કર્યો.  અમદાવાદમાં મોડી રાત્રે થોડો પણ સારો વરસાદ વરસ્યો હતો. પરંતુ હજુ સાંબેલાધાર વરસાદની મજા ક્યાંય જોવા નથી મળી. નદીઓમાં ઘોડાપુર, ડેમ ઓવરફ્લો, રોડ-રસ્તા અને ખેતરમાં પાણી હોય તેવા દ્રશ્યો નજરે પડ્યા નથી.

  • હાથતાળી આપી રહેલો વરસાદ આવી રહ્યો છે
  • ચોમાસું આવ્યું પણ હજુ જોઈએ તેવો વરસાદ નહીં 
  • હવામાન વિભાગે કરી વરસાદની આગાહી 
  • આગામી દિવસોમાં સારા વરસાદનું છે અનુમાન
  • ક્યાં ક્યારે પડશે મુશળધાર મેઘો?
  • ક્યારે પડવાનો છે સાંબેલાધાર વરસાદ?

હજુ મુશળધાર મેઘાના દર્શન નથી થયા, પરંતુ આગામી કેટલાક દિવસોમાં થાય તો નવાઈ નહીં...કારણ કે ગુજરાતમાં હવામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે. કઈ કઈ જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે. 

વાત કરીએ તો, 15 જૂને, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી છે. તો 16 જૂને ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદની આગાહી છે.

15 જૂને ક્યાં આગાહી? 

  • દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડશે.

16 જૂને ક્યાં આગાહી?

  • ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર અને બોટાદમાં વરસાદ

રાજ્યમાં બે દિવસ સારો વરસાદ પડે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. વાત 17 જૂનની કરીએ તો, 17 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. તો 18 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં મેઘરાજા બેટિંગ કરી શકે છે. તો આ સિવાય તે પછીના દિવસોમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સારા વરસાદનું અનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે.

17 જૂને ક્યાં આગાહી?

  • નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગર

18 જૂને ક્યાં આગાહી?

  • નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર અને અમરેલી

હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે તે મુજબ હજુ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જ કેટલાક વિસ્તારમાં વરસાદનું અનુમાન છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતે હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે. ત્યારે જોવાનું રહેશે કે વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો પર મેઘરાજા ક્યારે મહેરબાન થાય છે?
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news