અમદાવાદના ફેમસ કેફેની ગંભીર ભૂલ, વેજિટેરિયન પરિવારને નોનવેજ બર્ગર આપ્યું

non veg served instead of veg : અમદાવાદના એસ.જી હાઈવે પરના પ્રખ્યાત મોકા કાફેમાં હોબાળો.... વેજના બદલે નોન વેજ બર્ગર આપી દેતાં હોબાળો.... ગ્રાહકે AMCમાં નોંધાવી ફરિયાદ
 

અમદાવાદના ફેમસ કેફેની ગંભીર ભૂલ, વેજિટેરિયન પરિવારને નોનવેજ બર્ગર આપ્યું

Ahmedabad News : અમદાવાદના શેલામાં આવેલી એક ક્લબમાં બ્રાહ્મણ પરિવારને નોન-વેજ ખોરાક પિરસી દીધો. જે બાદ ગ્રાહકે 30 લાખનો દાવો માંડ્યો હતો. ત્યારે હવે અમદાવાદના એક ફેમસ કાફેએ ગ્રાહકને વેજના બદલે નોનવેજ બર્ગર અપાતા હોબાળો થયો છે. વેજિટેરિયન મહિલાને નોનવેજ બર્ગર આવતા મહિલા ગુસ્સે ભરાઈ હતી. ગુલબાઈ ટેકરા પાસે આવેલા મોકા કાફેમાં આ ઘટના બની હતી. મહિલાએ AMCમાં મોકા કાફે સામે ફરિયાદ નોંધાવી છે. 

અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોકા કાફે આવેલું છે. અહીં એક મહિલા ગ્રાહકે વેજ બર્ગરનો ઓર્ડર આપ્યો હતો. પરંતું મહિલાને વેજના બદલે નોનવેજ પેટીસવાળુ બર્ગર અપાયુ હતું. ત્યારે મહિલાએ આ મામલે હોબાળો કર્યો હતો. વેજિટેરિયન પરિવારને નોનવેજ બર્ગર આપતા મામલો ગરમાયો હતો. ગ્રાહકે એએસમીમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ત્યારે મહિલા અને કાફેના સ્ટાફ વચ્ચેની રકઝકનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

વડોદરામાં ઢોંસામાંથી જીવડું નીકળ્યું
તો બીજી તરફ, આજે વડોદરાની નામાંકિત ગેલોર્ડ રેસ્ટોરન્ટમાં નાસ્તામાં જીવડાં નીકળ્યા હતા. રેલ્વે સ્ટેશનની પાછળ આવેલ ગેલોર્ડ રેસ્ટોરન્ટમાં નાસ્તો કરવા આવેલા નાગરિકના ઢોંસામાં જીવડા નીકળ્યા હતા. ઢોસામાં જીવડું જોઈ ગ્રાહક ચોંકી ઊઠ્યો હતો. જોકે, હોટેલના કારીગરે જીવાત નીકળવાની વાતને રદિયો આપ્યો હતો. કારીગરે કહ્યું કે, વર્ષો જૂની હોટેલ છે જીવાત નીકળવાનો કોઈ સવાલ જ નથી. ત્યારે ગ્રાહકે કહ્યું કે, જીવાત અંગે રજૂઆત કરી તો હોટેલ સ્ટાફે ઉડાઉ જવાબ આપ્યો હતો. પાલિકાએ તમામ હોટેલોમાં ચેકીંગ કરવું જોઈએ. ત્યારે પાલિકાની ખોરાક શાખાની ટીમ શું કાર્યવાહી કરશે તે સવાલ ઊઠ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news