અમદાવાદ: બિન સચિવાલય ક્લાર્કનાં આરોપીઓને સાથે રાખી કૌભાંડી શાળામાં તપાસનો ધમધમાટ
Trending Photos
અમદાવાદ : બહુવિવાદિત બિનસચિવાલય પરીક્ષા પેપરલીકકાંડમાં ગાંધીનગર પોલીસ અને સીટ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચુકી છે. ત્યારે આ તમામ આરોપીઓને સાથે રાખીને જ પોલીસ દ્વારા જ્યાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું તે શાળા ખાતે રિકન્સ્ટ્રક્શન અને તપાસ કરવામાં આવી હતી. દાણીલીમડા ખાતે આવેલી એમ.એસ પબ્લિક સ્કૂલમાં તપાસના ધમધમાટનાં પગલે સ્થાનિક લોકોમાં પણ કુતુહલ વ્યાપ્ત થયું હતું.
રાજકોટ: યુવતી ફેસબુકના મિત્રના પ્રેમમાં પડી, લગ્ન અન્ય સાથે કર્યા અને...
પોલીસે આરોપી લખવિન્દરસિંહ તેમજ અન્ય આરોપીઓની કોલ ડિટેઇલ કઢાવી હતી. જેમાં અનેક શંકાસ્પદ નંબરો મળી આવ્યા હતા. પોલીસે શાળાનાં ટ્રસ્ટીઓ, પટાવાળા, 11 સુપરવાઇઝર સહિતનાં લોકોનાં નિવેદનો પણ નોંધ્યા હતા. આરોપી લખવિંદર તેમજ અન્ય સાગરિતો દ્વારા આ પેપર વોટ્સએપમાં ફરતા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જો કે યુવરાજસિંહ મોરી, ફેનિલ અને મહાવીર નામના વ્યક્તિને પણ પેપર મોકલવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો. પોલીસે તેઓની શોધખોળ આદરી છે.
અમદાવાદ : કોન્ટ્રાક્ટરની લાલીયાવાડી, 100 ફુટ ઉંચે મજુરોને સુરક્ષા વગર કામે લગાવ્યા
માસ્ટર માઇન્ડ પ્રવિણદાન હજી પણ પોલીસ પકડથી ગુમ
પોલીસ દ્વારા 3 અલગ અલગ ટીમ બનાવીને મુખ્ય સુત્રધાર પ્રવીણદાન ગઢવીને શોધવા માટે આકાશપાતાળ એક કરવામાં આવી રહ્યું છે. જો કે હજી સુધી તે પોલીસ પકડથી બહાર છે. પોલીસે બાતમીનાં આધારે પાટણના પંચાસરમાં પણ તપાસ આદરી હતી. આરોપીઓનાં મોબાઇલમાં વોટ્સએપ અને ટેલિગ્રામનાં ડેટા પણ રિકવર કરવામાં આવશે. જેમાં પણ અનેક ચોંકાવનાકા ખુલાસાઓ થઇ શકે છે. હાલ તો પોલીસ પ્રવિણદાનને ઝડપી લેવા માટે ધમપછાડા કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે