ફરી એકવાર નીતિન પટેલનો રમૂજી અંદાજ વિધાનસભામાં જોવા મળ્યો, કટિંગ ચાને લઈને કરી મસ્તી

ફરી એકવાર નીતિન પટેલનો રમૂજી અંદાજ વિધાનસભામાં જોવા મળ્યો, કટિંગ ચાને લઈને કરી મસ્તી
  • તેમણે કહ્યું કે, કેટલાક ધારાસભ્ય મારી પાસે અડધી ચા મંગાવતા હોય તેમ કરોડો રૂપિયાનાં રોડ રસ્તાઓની માંગણી કરે છે
  • નીતિન પટેલે જણાવ્યું હતું કે, ટીકા કરવાનુ કશુ બાકી રહેતુ નથી. થોડો શિક્ષકનો રોલ આજે નિભાવવાનો છું

હિતલ પારેખ/ગાંધીનગર :નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (nitin patel) નો રમૂજી અંદાજ અનેકવાર જોવા મળતો હોય છે. સીધી વાત રમૂજી અંદાજમાં કહેવા માટે પ્રખ્યાત છે. ત્યારે નાયબ મુખ્યમંત્રીએ આજે વિધાનસભા ગૃહમાં ફરી રમૂજ કરી હતી. રોડ રસ્તો બનાવવાની માંગણીને લઈને તેમણે કેટલાક ધારાસભ્યો સામે ટકોર કરી હતી. 

અડધી ચાની જેમ રસ્તાની માંગણી કરાય છે 
રાજયનાં બજેટ પર ચાર દિવસની ચર્ચા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગૃહમા બોલવા ઉભા થયા હતા. તેમણે કહ્યું કે, કેટલાક ધારાસભ્ય મારી પાસે અડધી ચા મંગાવતા હોય તેમ કરોડો રૂપિયાનાં રોડ રસ્તાઓની માંગણી કરે છે. કેટલાક ધારાસભ્યોને એવું કે, અમારાં વિસ્તારની રજુઆત અંગે મેસેજ કર્યો છે. તેથી આવા ધારાસભ્યોને વિનંતી છે કે ગમે તે રજુઆત, માંગણીઓ કરો, પણ ઓફિશિયલ લેટર પેડ પર કરો. યોગ્ય રીતે રજુઆત માંગણીઓ નહીં હોય તો તે બાબત ધ્યાને નહિ લેવાય. સાથે જ તેમણે કહ્યું કે, ચાર દિવસીય ચર્ચા દરમિયાન 85 જેટલા ધારાસભ્યોએ બજેટ પર ચર્ચા કરી છે. જે ધારાસભ્યોએ બજેટ અંગે સૂચનો કર્યા છે તે અંગે અમે પૂરી કાળજી રાખીને નોંધ લીધી છે. ધારાસભ્યોનાં સૂચનો પર અમારો વિભાગ કામ કરશે. 

ખેડૂતોની સ્થિતિને લઈને નાયબ મુખ્યંત્રીનો કોંગ્રેસ પર વાર 
નીતિન પટેલે જણાવ્યું હતું કે, ટીકા કરવાનુ કશુ બાકી રહેતુ નથી. થોડો શિક્ષકનો રોલ આજે નિભાવવાનો છું. આજે ઘરગથ્થુ ઉત્પાદન 16,59,507 રૂપિયા છે. માથાદીઠ આવક 1960 માં 362 થી વધીને 2,16,329 રૂપિયા આજે થઈ છે. ગુજરાતના ખેડૂતો દ્વારા ગત વર્ષે 1 લાખ 73 હજાર કરોડ રૂપિયાનું  ઉત્પાદન ખેડૂતોએ કર્યુ. આજે ચોમાસુ ગયુ તેની વાત કરીએ. તેમાં કચ્છ, બનાસકાંઠા અને ગુજરાતના બાગાયતી ખેડૂતોને અભિનંદન. કોઈ ફળ એવુ નહિ હોય બધા ફળ ગુજરાતમાં પાકે છે. દર અઠવાડિયે છાપામાં આવે છે. કપાસ, મગફળી, રાયડો નાંખવાની જગ્યા નથી. બધુ ભરાઈ જાય છે. કોંગ્રેસના સમયમાં કાળા કાગડા ઉડતા હતા. કચ્છમાં નર્મદાનુ કામ પૂરુ કરવા કાલે જ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને કહ્યું છે. ખેડૂત સુખી તો ગામડુ સુખી. દિલ્હીમાં અને અન્ય રાજ્યોમાં બધે આપણા ગુજરાતનું દૂધ લેતા હશે. દૂધ પાવડરની નિકાસ માટે ગુજરાત સબસીડી આપે છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં વાત ગઈ અને પાવડરના ભાવ વધી ગયા અને ફાયદો થયો. ખેડૂતોને અમે સબસીડી આપીએ છીએ. અમરસિંહ ચૌધરીની પાછળ તેમને બદનામ કરવા કોંગ્રેસના જ બીજા જૂથે ખેડૂતો નળ ગોળીએ દીધા હતા. ખેડૂતોને કોઈ વ્યાજ સહાય આપતા ન હતા, જેથી લઠ્ઠો પીને મરી જતા એમને જ સહાય આપતા હતા. 

કોંગ્રેસના સમયે પણ ગુજરાતના માથા પર દેવુ હતું 
ગુજરાતના માથા પર દેવા અંગે નીતિન પટેલે કહ્યું કે, દેવુ દુનિયાનો કોઈ દેશને નથી એવી સ્થિતિ તો નથી જ. દરેક દેશ ક્યાંકથી લોન લે જ છે. કોંગ્રેસના સમયે 1960 માં પણ દેવુ હતું જ. કોરોનામા કોઈ ખર્ચ થયો નથી એવુ કોંગ્રેસના સભ્યએ કહ્યું. આનાથી કોઈ મોટો જોક ન હોઈ શકે. 1800 કરોડ રૂપિયા કોરોનાના દર્દીઓની સારવાર માટે ખર્ચ થયો છે. હિસાબો આવે છે ચકાસણી ચાલે છે એટલે આ આંકડો પકડી ના લેતા. 1987-88 માં સરકારનુ 3579 કરોડ દેવુ હતુ. 21.90% દેવુ કોંગ્રેસના સમયે હતુ. 91-92 મા 6920 કરોડ દેવુ હતુ. હવે 25 વર્ષમા દેવાનો આંકડો ભલે મોટો હોય. પણ કોંગ્રેસના સમયમા 22% હતું, જે વજુભાઈના નાણામંત્રીના સમયે દેવુ ઘટાડ્યુ હતું. અત્યારે 16%19% દેવુ અમારા સમયે થયું છે. અમારુ લક્ષ્ય છે કે હજુ દેવુ ઘટાડવું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news