આ દિવસે જાહેર થશે ભાજપનુ નવુ સંગઠન, પાટીલ કરી રહ્યાં છે તૈયારીઓ....
સીઆર પાટીલ નવા પ્રદેશ અધ્યક્ષ નિમાયા તે સમયથી જ ભાજપના નવા સંગઠનની ચર્ચાઓએ વેગ પકડ્યું હતું
Trending Photos
બ્રિજેશ દોશી/ગાંધીનગર :સીઆર પાટીલના ભાજપ અધ્યક્ષ નિમાયા બાદ ગુજરાત ભાજપના સંગઠનમાં ફેરફારની લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. જોકે, હવે શ્રાદ્ધ પક્ષ પૂરુ થતા બાદ તેની જાહેરાત કરવામાં આવશે તેવો નિર્ણય ભાજપ મોવડીઓ દ્વારા લેવાયો છે. શ્રાદ્ધ પુરુ થતા જ ગુજરાત ભાજપ સંગઠનમાં ફેરફારની જાહેરાત કરાશે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, 14 સપ્ટેમ્બરે સંસદનું સત્ર શરૂ થતાની સાથે જ નવા સંગઠનની જાહેરાત થશે. 12 કે 13 સપ્ટેમ્બરે નવા સંગઠનની જાહેરાત થઈ શકે છે. હાલ સીઆર પાટીલ ( CR Patil) ઉત્તર ગુજરાતના પ્રવાસે છે. તો તે દરમિયાન તેમના ભાવનગર અને અમરેલી પ્રવાસની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ઉત્તર ગુજરાતનો પ્રવાસ પૂરો થયા બાદ ભાજપ અધ્યક્ષ અમરેલી અને ભાવનગરના પ્રવાસે જશે, જેના બાદ સંગઠનની જાહેરાત થશે.
Breaking : ગુજરાતમાં પાન-ગુટકા પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાવાયો
સીઆર પાટીલ નવા પ્રદેશ અધ્યક્ષ નિમાયા તે સમયથી જ ભાજપના નવા સંગઠનની ચર્ચાઓએ વેગ પકડ્યું હતું. પરંતુ તે પહેલા જ તેમનો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પ્રવાસ ગોઠવાયો હતો. સંગઠનમાં નવા લોકોને સામેલ કરવા માટે સીઆર પાટીલે કવાયત શરૂ કરી હતી. આ માટે તેઓએ પ્રવાસ પણ કર્યો અને સ્થાનિક અનેક આગેવાનોને મળ્યા હતા. જોકે, હવે સંગઠનની જાહેર કરવાનો સમય પાકી ગયો છે. પરંતુ હાલ શ્રાદ્ધ હોવાથી સંગઠન જાહેર કરવામાં નહિ આવે. સંસદીય સત્ર પહેલા પાટીલ તમામ પ્રવાસ પૂરા કરી લેશે. જેથી 25 કે 30 લોકોનું નવુ માળખુ બનાવવા નિર્ણય લઈ શકશે.
આગામી સમયમાં ભાજપને બે મોટી ચૂંટણીઓનો સામનો કરવાનો છે. નવા ભાજપ પ્રમુખ પાસે 2022 અને 2024 ની ચૂંટણીઓને જીતાડવાની મોટી ચેલેન્જ છે. ત્યારે ભાજપને ચૂંટણીમાં જીત અપાવવાની આ સંગઠન પર મોટી જવાબદારી રહેશે. સાથે જ નવા પડકારો પણ આવશે. આવામાં પાટીલનું આ સંગઠન કેવુ હશે તેના પર સૌની નજર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે