સુરત : દુકાનોમાં ચોરી કરતી નેપાળી ગેંગ પકડાઈ, સિક્યોરિટી ગાર્ડ અને ચાઈનીસ લારી પર કામ કરતા, તો રાત્રે ચોરી...

દિવાળી સમયે ચોરી અને અંજામ આપતી અલગ અલગ ગેંગ સક્રિય થતી હોય છે, ત્યારે શહેરમાં દુકાનોના શટર ઊંચા કરી ચોરી કરતી નેપાળી ગેંગને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડી મોટી સફળતા મળી છે. પોલીસે તેમની પાસેથી 1.10 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં ઉભેલા આ પાંચ શખ્સો એકની એક ગેંગ બનાવી શહેરમાં ચોરીને અંજામ આપતા હતા. 

સુરત : દુકાનોમાં ચોરી કરતી નેપાળી ગેંગ પકડાઈ, સિક્યોરિટી ગાર્ડ અને ચાઈનીસ લારી પર કામ કરતા, તો રાત્રે ચોરી...

તેજશ મોદી/સુરત :દિવાળી સમયે ચોરી અને અંજામ આપતી અલગ અલગ ગેંગ સક્રિય થતી હોય છે, ત્યારે શહેરમાં દુકાનોના શટર ઊંચા કરી ચોરી કરતી નેપાળી ગેંગને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી પાડી મોટી સફળતા મળી છે. પોલીસે તેમની પાસેથી 1.10 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં ઉભેલા આ પાંચ શખ્સો એકની એક ગેંગ બનાવી શહેરમાં ચોરીને અંજામ આપતા હતા. 

હાલ દિવાળી તહેવાર ચાલી રહ્યો છે અને આવા સમયે ચોરીની ઘટનાઓનું પ્રમાણ વધુ જોવા મળે છે. ત્યારે સુરત પોલીસે પણ પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે. જે દરમ્યાન સુરત કરાઈમ બ્રાન્ચ પોલીસને એક મોટી સફળતા મળી છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ શહેરમાં ચોરી કરતી 5 શખ્સોની નેપાળી ગેંગને ઝડપી પાડી છે. આ ટોળકી રાત્રે ચાઈનીઝની લારી કે ચાની કીટલી પર ચોરીનો પ્લાન બનાવતી હતી. અને ત્યાર બાદ ચોરીને અંજામ આપતા હતા. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આ ટોળકીની ચોક્કસ બાતમી મળી હતી, જેને આધારે તેને પકડવામાં સફળતા મળી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ આર.જે. ચૌધરીની સૂચનાથી સ્ટાફના માણસોએ બાતમીને આધારે નેપાળી ગેંગના નવરાજસીંગ જ્યસીંગ વિશ્વકર્મા, લલિત ઉર્ફે લાલા નંદુ વિશ્વકર્મા, પ્રહલાદ ઉર્ફે રવિ જોગી દમાઈ, ક્રિષ્ના ઉર્ફે કિશન રામબહાદુર નેપાલી અને જીતેન્દ્ર ઉર્ફે ગોરીયા અર્જુનસિંહ તીરવાને પકડી ચાર ઘરફોડ ચોરીના ગુનાઓ ઉકેલી નાખ્યા હતા. આ ટોળકી કરિયાણાની દુકાને ટાર્ગેટ કરતી હતી. જે દુકાનોમાં સેન્ટ્રલ લોકો હોય તેવી દુકાનોમાં જ ચોરી કરતા હતા. ખાસ કરીને ટોળકી રાંદેર અને અડાજણ વિસ્તારમાં જ ચોરીના ગુનાને અંજામ આપતી હતી. 

વધુમાં દિવસ દરમિયાન ટોળકીના સાગરિતો બાઇક પર બેસીને દુકાનોમાં રેકી કરી રાત્રે દુકાનનું શટર વચ્ચેથી ઊચું કરી ચોરી કરતા હતા. ચોરી કરેલી રોકડ સરખે ભાગે વહેંચી લેતા હતા. નેપાળી ગેંગમાં નવરાજસીંગ અને ક્રિષ્ના સિક્યુરીટી ગાર્ડ છે, જ્યારે કે લલીત, પ્રહલાદ અને જીતેન્દ્ર ચાઇનીઝની લારી પર કામ કરે છે. જોકે ચાઇનીઝની લારી કે ચાની કિટલી પર ભેગા થઈને ચોરીનો પ્લાન બનાવતી નેપાળી ટોળકીના 5 સાગરિતોને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડયા છે. ટોળકી પાસેથી રોકડ 40 હજાર, બે બાઇક સહિત 1.10 લાખનો મુદામાલ કબજે વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news