CTM વિસ્તારમાંથી નાઇજીરિયન પાસેથી 1.5 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

NCB દ્વારા આજે અમદાવાદમાં દરોડ પાડીને સીટીએમ વિસ્તારમાંથી 1.5 કરોડ રૂપિયાનું કોકેઇન ઝડપી લીધું હતું. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. એનસીબીને મળેલી બાતમીનાં આધારે ઉપરોક્ત કાર્યવાહી કરવામાં આવી હતી. એનસીબી દ્વારા નાઇજીરિયન વ્યક્તિ પાસેથી 273 ગ્રામ કોકેઇન કબ્જે કરવામાં આવ્યું હતું. 

CTM વિસ્તારમાંથી નાઇજીરિયન પાસેથી 1.5 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

મૌલિક ધામેચા/અમદાવાદ : NCB દ્વારા આજે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં દરોડા પાડીને રૂપિયા1.5 કરોડનું કોકેઇન ઝડપી લીધું હતું. એનસીબીને મળેલી બાતમી આધારે નાઇજીરિયન શખ્સ સીટીએમ વિસ્તારમાં પોતાની બેગમાં શંકાસ્પદ ડ્રગ્સ વેચાણ કરવા માટે આવતો હોવાની હકીકત સામે આવી હતી. જેને લઇ એનસીબીએ નાઇજીરિયન શખ્સ પાસે રહેલા બેગને તપાસતા બેગમાંથી બિસ્કિટના પેકેટ મળી આવ્યા હતા. આ બિસ્કીટના પેકેટમાં બિસ્કિટ નહી પણ પ્રતિબંધિત કોકેઇન ડ્રગ્સ રેપરમાં બાંધીને હેરાફેરી થતી હોવાનું ખુલ્યું. હાલ એનસીબી દ્વારા નાઇજીરિયન વ્યક્તિ પાસેથી 273 ગ્રામ કોકેઇન કબ્જે કરવામાં આવ્યું છે. અને ડ્રગ્સની હેરાફેરી કરનાર કિંગપિંગ કોણ છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.  

ડ્રગ્સ મુંબઇથી અમદાવાદ ખાતે વેંચવા માટે લવાયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. પકડાયેલો વ્યક્તિ મુંબઇથી બસમાં આવ્યો હતો. દરમિયાન અગાઉથી મળેલી બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે એક તબક્કે તો એનસીબી પણ અચંબામાં મુકાઇ હતી. કારણ કે બાતમી પાક્કી હતી પરંતુ જે વ્યક્તિને ઝડપવામાં આવ્યો તેની પાસેથી કોઇ જ વાંધાજનક વસ્તું મળી નહોતી. 

તે વ્યક્તિ પાસેથી બિસ્કિટ્સનાં કેટલાક પેકેટ્સ અને કપડા મળી આવ્યા હતા. જો કે અચાનક એક અધિકારીને શંકા જતા બિસ્કિટના પેકેટ તોડતા તેમાં રહેલ કોકેઇન મળી આવ્યુ હતુ. એનસીબી દ્વારા ધરપકડ કરી લેવાઇ 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news