દર વર્ષે દરિયો ધીમે ધીમે શું ગુજરાતને ગળી રહ્યો છે? ખુદ ધારાસભ્યએ સ્થિતિનું નિરીક્ષણ કર્યુ

ગ્લોબલ વોર્મિંગની અસર પ્રકૃતિના દરેક આયામ પર જોવા મળી રહી છે. ૠતુચક્રમાં બદલાવ સાથે જ દરિયાની સપાટીમાં વધારો અને આગળ વધતા દરિયાને કારણે કિનારાનુ ધોવાણ માનવ જાત માટે ચિંતાનો વિષય છે

દર વર્ષે દરિયો ધીમે ધીમે શું ગુજરાતને ગળી રહ્યો છે? ખુદ ધારાસભ્યએ સ્થિતિનું નિરીક્ષણ કર્યુ

ધવલ પરીખ/નવસારી: નવસારીને 52 કિલોમીટરનો દરિયા કાંઠો છે, જેને દર વર્ષે દરિયો ગળી રહ્યો હોવાની ફરિયાદો વચ્ચે ગત દિવસોમાં પડેલા સાંબેલાધાર વરસાદ અને નદીઓમાં આવેલા ઘોડાપુરને કારણે નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારો ધોવાયો છે અને કિનારા પર કચરો, લાકડા અને પ્લાસ્ટિક કચરો ફેલાતા ગંદકી જોવા મળી છે. જેની જાણ થતાં આજે જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલે મુલાકાત લઈ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતુ.

ગ્લોબલ વોર્મિંગની અસર પ્રકૃતિના દરેક આયામ પર જોવા મળી રહી છે. ૠતુચક્રમાં બદલાવ સાથે જ દરિયાની સપાટીમાં વધારો અને આગળ વધતા દરિયાને કારણે કિનારાનુ ધોવાણ માનવ જાત માટે ચિંતાનો વિષય છે. નવસારી જિલ્લાને પણ 52 કિલોમીટરનો દરિયા કાંઠો છે. જિલ્લાના જલાલપોર અને ગણદેવી તાલુકાના દરિયા કાંઠાના ગામડાઓના લોકોમાં તેમના ગામ દરિયામાં જતા રહેવાની ભીતિ વધી છે. ત્યારે નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે પણ દર વર્ષે દરિયો 3 થી 4 ફૂટ જમીન ગળી જતો હોવાનો કાંઠાના લોકોનો અનુભવ છે. 

ચાર વર્ષ અગાઉ રાષ્ટ્રીય મીઠાના સત્યાગ્રહ સ્મારકના નિર્માણ સમયે પણ કેન્દ્રના સચિવને ગ્રામજનોએ દરિયો આગળ વધતા જમીનનું ધોવાણ થતુ હોવાની ફરિયાદ કરી પ્રોટેક્શન વૉલ બનાવવા રજૂઆત કરી હતી. પરંતુ એને ધ્યાને લેવામાં ન આવ્યુ. ગત દિવસોમાં ભારે વરસાદ અને નદીઓમાં આવેલા ઘોડાપુરને કારણે દાંડી કિનારાનું પણ મોટા પ્રમાણમાં ધોવાણ થયુ છે. 

સાથે જ નદીઓમાં તણાઈને આવેલા ઝાડી-ઝાંખરા, વૃક્ષોના લાકડા તેમજ પ્લાસ્ટિક કચરો દરિયા કાંઠે પથરાયેલો છે. ત્રણ થી ચાર ફૂટના થરમાં કચરો હતો, જેમાંથી સ્થાનિકો તેમજ આસપાસના લોકો બળતણ માટે લાકડા વીણી લઈ જઇ રહ્યા છે. ત્યારે આજે જ્યારે જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલે દાંડીના દરિયા કિનારાની મુલાકત લીધી તો ગ્રામજનોએ તેમની પાસે વહેલી તકે પ્રોટેક્શન વૉલ બને એવી આશા વ્યક્ત કરી છે.

ઐતિહાસિક દાંડીના દરિયા કિનારાની મિલકત લીધા બાદ ધારાસભ્ય આર. સી. પટેલે કિનારાના ધોવાણ અને કચરાને જોઈ ચિંતામાં મુકાયા હતા. ખાસ કરીને દાંતીથી કૃષ્ણપુર સુધીના કાંઠાના પટ્ટામાં દરિયા કિનારે ધોવાણ થાય છે. આ વખતે નદીઓમાં પુર વધુ હોવાને કારણે દાંડી અને આસપાસના વિસ્તારોમાં ધોવાણ વધુ થયુ છે. નદીઓમાં પુર પણ વધુ હોવાથી લાકડા સહિતનો કચરો પણ વધુ આવ્યો છે. અહીંથી નજીક સમાપોરમાં પણ આગામી દિવસોમાં દરિયાના પાણી ગામમાં પ્રવેશે એવી સ્થિતિ છે, ત્યારે સરકારમાં પ્રોટેક્શન વૉલ માટે રજૂઆતો કરી છે, પણ વહેલી મંજૂર થાય એવા પ્રયાસો કરવાની ખાત્રી ગ્રામજનોને આપી હતી.

ગ્લોબલ વોર્મિંગની વધતી અસર માનવજાત માટે મોટી મુશ્કેલી સર્જી શકે એમ છે. ખાસ કરીને નદીઓના કિનારે થલવાતો કચરો નદીઓમાં તણાઈને દરિયામાં અને ફરી કિનારે આવી રહ્યો છે, ત્યારે કાંઠાના રક્ષણ માટે સરકાર સહિત લોકોએ ગંભીરતાથી વિચારવાની જરૂર ઉભી થઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news