નવસારીના પૂરમાં વહી ગયેલા ગેસ સિલિન્ડર કોણે લીધા, 148 બાટલા હજી પણ મિસિંગ

Navsari Flood : નવસારીમાં પાણીના વહેણમાં દીવાલ તોડી વહી ગયેલા ગેસના સિલિન્ડર હતા ખાલી, 370 માંથી 222 સિલિન્ડર મળ્યા, 148 હજુ મીસીંગ

નવસારીના પૂરમાં વહી ગયેલા ગેસ સિલિન્ડર કોણે લીધા, 148 બાટલા હજી પણ મિસિંગ

Navsari News ધવલ પારેખ/નવસારી : નવસારીમાં શનીવારે પડેલા અનરાધાર વરસાદથી ભારે તારાજી સર્જાઈ છે. પાણીના પ્રવાહમાં ખાલી ગેસ સિલિન્ડર તરતા જોવા મળ્યા હતા. ત્યારે ZEE 24 કલાની ટીમ ઘટના સ્થળે પહોંચી ગ્રાઉન્ડ ઝીરોની સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. અનરાધાર વરસાદ પડતા ખત્રીવાડ નજીક ટકેરાની નીચે આવલે ઝૂમૂર ગેસ એજન્સીના ગોડાઉનમાં પાણી ભરાયા હતા. 10થી 12 ફૂટ પાણી ભરતા કમાઉન્ડ સહિતની બે દીવાલ ધરાશાયી થઈ હતી. જેમાં પાણીમાં ખાલી ગેસ સિલિન્ડર તરતા જોવા મળ્યા હતા. ત્યારે એજન્સીના લોકોનું કહેવું છે 370 જેટલા ખાલી ગેસ સિલિન્ડર પાણીમાં તણાઈ ગયા છે. ત્યારે ગોડાઊનના પાછળના ભાગમાં તપાસ કરતા ખાડી વિસ્તારમાંથી 222 સિલિન્ડર મળી આવ્યા હતા. જો કે હજુ પણ 148 ખાલી સિલિન્ડર મળ્યા નથી. જેથી એજન્સીને 10 લાખથી વધુનું નુકસાન વેઠવું પડશે.
     
પ્રાપ્ત માહિતી અનુસાર, નવસારી જિલ્લામાં ગત રોજ વરસેલી વરસાદી આફતમાં શહેરના જુનાથાણા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયાં હતાં. જેમાં ખત્રીવાડ નજીક ટકેરાની નીચે આવેલ ઝૂમૂર ગેસ એજન્સીના ગોડાઉનમાં 10 થી 12 ફૂટ પાણી ભરાયાં હતાં. ગોડાઉનમાં પાણી ભરાવાને કારણે ખાલી LPG ગેસ સિલિન્ડર પાણીમાં તરવા લાગ્યા હતા અને ગોડાઉનમાંથી કમ્પાઉન્ડમાં નીકળી આવ્યા હતા. 

 

 

આ દરમિયાન કંપાઉન્ડ વોલ તૂટતા ગેસ સિલિન્ડર પાણીના વહેણમાં તણાવા લાગ્યા હતા. પરંતુ ધોધમાર વરસાદ અને ધસમસતો પાણીનો પ્રવાહમાં કંપાઉન્ડ વોલ અને ત્યારબાદ અન્ય બે દિવાલ તોડીને પાણીનો પ્રવાહ આગળ વધ્યો જેમાં ગેસ સિલિન્ડર પણ વહી ગયા હતા. પાણી ઉતર્યા બાદ જ્યારે એજન્સીના લોકોએ ગોડાઉનમાં ચેક કર્યા હતા. ત્યારે 370 ખાલી ગેસ સિલિન્ડર વહી ગયાનું જણાયું હતું. 

 

 

ગોડાઉનના સંચાલકે ગોડાઉન પાછળના ઝાડી ઝાંખરામાં તેમજ ખાડી વિસ્તારમાં પોતાના માણસો પાસે શોધખોળ કરાવતા 222 સિલિન્ડરો મળી આવ્યા હતા. જ્યારે હજી પણ 148 સિલિન્ડર મિસીંગ છે. જેની શોધ કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે સંચાલકે કલેકટર, પુરવઠા અધિકારી, ગેસ કંપની સહિત તમામ સંબંધિતોને જાણ કરી હતી. જ્યારે સમગ્ર પ્રકરણમાં અંદાજે 10 લાખ રૂપિયાના નુકશાનની આશંકા સેવવામાં આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news