નવસારી: કાર અકસ્માતમાં ઘટના સ્થળે જ પાંચના કમકમાટી ભર્યા મોત

નવસારી હાઇવે પર ખારેલ ગામ નજીક કાર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. પુર પાટ ઝડપે મુંબઇ જતી કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર પહોંચીને ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. મૃતકોને કારમાંથી બહાર કાઢવા માટેની પ્રક્રિયા સ્થાનિકો દ્વારા ચાલુ કરવામાં આવી છે. 

નવસારી: કાર અકસ્માતમાં ઘટના સ્થળે જ પાંચના કમકમાટી ભર્યા મોત

સ્નેહલ પટેલ/નવસારી: નવસારી હાઇવે પર ખારેલ ગામ નજીક કાર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. પુર પાટ ઝડપે મુંબઇ જતી કાર ડિવાઈડર કૂદીને સામેના ટ્રેક પર પહોંચીને ટેમ્પો સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. મૃતકોને કારમાંથી બહાર કાઢવા માટેની પ્રક્રિયા સ્થાનિકો દ્વારા ચાલુ કરવામાં આવી છે. 

મુંબઇ જઇ રહેલી કારમાં નવસારી હાઇવે પર આવેલા ખારેલ ગામ નજીક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર કૂદીને ટેમ્પા સાથે અથડાઇ હતી જેમાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ ઘટનાની જાણ થતા ગામના સ્થાનિકોના ટોળા ઉમટ્યા હતા.

અકસ્માત થતા ગણદેવી પોલીસનો કાફલો અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતકોને કારમાંથી કાઢવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અકસ્માત થતા હાઇવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઇ હતી. પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી ટ્રાફિક જામને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news