ખોટું બોલી વિધર્મી યુવકો ગરબામાં ઘૂસ્યો તો ખેર નથી! હિન્દુવાદી સંગઠનો મેદાનમાં, પોલીસ કમિશ્નરને કરી આ માંગ

રાજકોટમાં અર્વાચીન ગરબાને લઈને પોલીસ કમિશ્નરને એક રજુઆત કરવામાં આવી છે. જેમાં આધારકાર્ડ આધારે આઈકાર્ડમાં નામ લખવા રજૂઆત કરવામાં આવી છે. અલગ અલગ સમાજના લોકો પોલીસ કમિશ્નરને રજુઆત કરવા પહોંચ્યા છે.

 ખોટું બોલી વિધર્મી યુવકો ગરબામાં ઘૂસ્યો તો ખેર નથી! હિન્દુવાદી સંગઠનો મેદાનમાં, પોલીસ કમિશ્નરને કરી આ માંગ

ઝી બ્યુરો/રાજકોટ: લવ-જેહાદનો વિવાદ ચર્ચાના ચકડોળે ચઢ્યો છે. નવરાત્રિ દરમિયાન વિધર્મી યુવકો નામ બદલીને હિન્દુ યુવતીઓને ફસાવતા હોવાની ઘણી ફરિયાદો ઊઠી છે. આને કારણે અનેક યુવતીઓનું જીવન નરક સમાન બની ગયું છે.

મોટે ભાગે વિધર્મીઓ ગરબામાં જોડાઈને હિન્દુ યુવતીઓને ફસાવવાની જાળ પાથરતા હોય છે. પછી તેમનો નિયમિત સંપર્ક કરીને ધીરે ધીરે તેમની તરફ આકર્ષાતા હોય છે, પરંતુ આ વખતે આ મોડસ ઓપરેન્ડીને ફેલ કરવા હિન્દુ સમાજના લોકોએ અલગ સ્ટ્રેટેજી બનાવી લીધી છે. જેમાં નવરાત્રિના ગરબામાં વિધર્મી લોકોને પ્રવેશ ન આપવા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. આધારકાર્ડના આધારે જ પ્રવેશ આપવા લોકોએ માગ કરી છે.

રાજકોટમાં અર્વાચીન ગરબાને લઈને પોલીસ કમિશ્નરને એક રજુઆત કરવામાં આવી છે. જેમાં આધારકાર્ડ આધારે આઈકાર્ડમાં નામ લખવા રજૂઆત કરવામાં આવી છે. અલગ અલગ સમાજના લોકો પોલીસ કમિશ્નરને રજુઆત કરવા પહોંચ્યા છે. નવરાત્રીમાં અર્વાચીન ગરબામાં નંબર આપીને જ પાસ આપવામાં આવે છે. પાસમાં નામ સ્પષ્ટ વંચાય તેવું લખવાની માંગ પણ કરવામાં આવી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં હિન્દુવાદી સંગઠનો મેદાનમાં આવ્યા છે. અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા પોલીસ કમિશ્નર આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં અર્વાચીન રાતોત્સવમાં જે ખેલૈયાઓ આવે તેમના આધાર કાર્ડ લઈને પાસ ઈશ્યુ કરવામાં આવે, પાસની અંદર આખું નામ સ્પષ્ટ લખવામાં આવે, અત્યાર સુધી માત્ર નંબર આપીને ઈશ્યુ કરવામાં આવતા હતા પરંતુ હવે પૂરેપૂરું નામ લખવામાં આવે જેથી સાથે રમતા ખેલૈયાઓને ખબર પડે કે તેઓ કોની સાથે રમે છે તેવી માંગ કરવામાં આવી હતી. 

આ ઉપરાંત પોલીસ કમિશ્નર જાહેરનામું પ્રસિદ્ધ ન કરે તો આયોજકોએ પોતે આ રીતે આયોજન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news