નવરાત્રિમાં 9 રંગનું હોય છે ખાસ મહત્વ, જાણો કયા માતાજીને પસંદ છે ક્યો રંગ
નવરાત્રિના 9 દિવસનું અલગ અલગ મહત્વ હોય છે. તેવી જ રીતે તમામ દિવસ માતાજી અને અલગ અલગ રંગનું પણ મહત્વ રહેલું છે. નવરાત્રિમાં માતાજીના સ્વરૂપ અને પૂજામાં ખાસ રંગોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે મા દુર્ગાના પસંદગીના રંગો વિશેની માહિતી પણ ખુબ જ રસપ્રદ છે.
Trending Photos
નવી દિલ્હીઃ નવરાત્રિના 9 દિવસ મા દુર્ગાને સમર્પિત છે. આ વર્ષે શારદીય નવરાત્રિનો 26 સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ 4 ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં મહાઅષ્ટમીની ઉજવણી 3 ઓક્ટોબરે થશે. નવરાત્રિના નવ દિવસ સુધી ભક્તો ખુબ જ ઉત્સાહથી મા દુર્ગાની પૂજા કરે છે. નવરાત્રીના નવ દિવસની પૂજામાં રંગોનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે આવો જાણીએ 9 દેવીઓના મનપસંદ રંગો વિશે.
પહેલાં નોરતાનું મહત્વ-
નવરાત્રીનો પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા અર્ચના કરવામાં આવે છે. ત્યારે મા શૈલપુત્રીનો પ્રિય રંગ લાલ છે. આ સિવાય માતા શૈલપુત્રીને સફેદ રંગ પણ ખૂબ જ પ્રિય છે. આ રંગ પવિત્રતા અને શાંતિનું પ્રતીક છે. એટલા માટે પહેલાં નોરતે પૂજામાં સફેદ અને લાલ રંગનો ઉપયોગ કરવો.
બીજા નોરતાનું મહત્વ-
નવરાત્રિના બીજા નોરતે બ્રહ્મચારિણી માતાની પૂજા કરવામાં આવે છે. ત્યારે બીજા નોરતે પૂજામાં મા બ્રહ્મચારિણીને પસંદ લાલ રંગનો ઉપયોગ કરવો શુભ મનાય છે.
ત્રીજા નોરતાનું મહત્વ-
નવરાત્રિનો ત્રીજો દિવસ ચંદ્રઘંટા દેવીને સમર્પિત છે. આ વર્ષે 28 સપ્ટેમ્બરે ચંદ્રઘંટાની પૂજા અર્ચના કરવામાં આવશે. ત્યારે મા ચંદ્રઘંટાની પૂજામાં કેસરી રંગનો ઉપયોગ કરવો શુભ છે.
ચોથા નોરતાનું મહત્વ-
નવરાત્રિના ચોથા નોરતાની 29 સપ્ટેમ્બરે ઉજવણી કરવામાં આવશે. ચોથા નોરતે મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. ત્યારે મા કુષ્માંડાની પૂજામાં પીળા રંગનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.
પાંચમા નોરતાનું મહત્વ-
નવરાત્રિનો પાંચમો દિવસ 30 સપ્ટેમ્બર શુક્રવારે છે. આ દિવસે દેવી સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજામાં લીલા રંગનો ઉપયોગ કરવો શુભ રહેશે.
છઠ્ઠા નોરતાનું મહત્વ-
નવરાત્રિના છઠ્ઠા નોરતે મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. જેમને રાખડી રંગ પ્રિય છે. જેથી મા કાત્યાયનીની પૂજામાં રાખોડી રંગનો ઉપયોગ કરવો શુભ અને મંગલદાયી રહેશે.
સાતમા નોરતાનું મહત્વ-
આ વર્ષે 2 ઓક્ટોબરે સાતમા નોરતાની ઉજવણી કરવામાં આવશે. સાતમા નોરતે કાલરાત્રિ દેવીની પૂજા કરવામાં આવે છે. ત્યારે મા કાલરાત્રિની પૂજામાં વાદળી રંગનો ઉપયોગ કરવો લાભદાયી રહે છે.
આઠમનો મહત્વ-
નવરાત્રિના આઠમાં દિવસે અષ્ઠમીની ઉજવણી કરવામાં આવે છે. મહાઅષ્ટમીના દિવસે મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. જેમાં માતાજીને જાંબલી રંગના વસ્ત્રો અર્પણ કરવાનું શુભ માનવામાં આવે છે. આ દિવસે કન્યાઓ માટે પૂજાનો વિશેષ મહત્વ હોય છે.
નવમા નોરતાનું મહત્વ-
આ વર્ષે 4 ઓક્ટોબરે અંતિમ અને નવોમા નોરતાની ઉજવણી થશે. નવરાત્રિની નવમીએ માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગુલાબી રંગનો ઉપયોગ કરવો શુભ રહેશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ZEE 24 કલાક આની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે