પંચમહાલઃ કાલોલના યુવાનો લેહ-લદ્દાખના પેગોંગ લેક પાસે 13,862 ફૂટની ઊંચાઈ પર ગરબા રમ્યા
ગુજરાતી ગમે ત્યાં હોય અને ગમે તેવી પરિસ્થિતિમાં હોય તે ગરબા રમવા માટે તૈયાર રહે છે. પંચમહાલના કાલોલના યુવાનો લેહ લદ્દાખ ફરવા ગયા તો ત્યાં ગરબાની રમઝટ બોલાવી હતી.
Trending Photos
પંચમહાલઃ ગુજરાતીઓને ગરબા જીવથી પણ વ્હાલા હોય છે. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ગુજરાતી લોકો ગરબા રમવા લાગે છે. પછી ભલેને ગમે તે જગ્યા હોય. માત્ર નવરાત્રિમાં જ ગરબા જોવા મળે તે જરૂરી નથી. ગુજરાતીઓ તો રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન ગમે ત્યાં ગરમે રમવા લાગે છે. ગુજરાતના ગરબાનો જલવો વિદેશમાં પણ જોવા મળે છે. ત્યારે પંચમહાલના કાલોલના યુવાનોએ લેહ લદ્દાખની મુલાકાત દરમિયાન ગરબા રમ્યા હતા.
13862 ફુટની ઉંચાઈ પર ગરબા
પંચમહાલના કાલોકના યુવાનોએ લેહ લદ્દાખની મુલાકાત દરમિયાન માયનસ ડિગ્રી તાપમાનની કડકડતી ઠંડીમાં ગરબાની રમઝટ બોલાવી હતી. આ યુવાનોએ "કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારકા" ગીતના તાલ પર ગરબા રમ્યા હતા. આ યુવાનોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લેહ લદાખના પેગોંગ લેક પાસે 13862 ફુટની ઉંચાઈ પર ગરબા રમતા કાલોલના યુવાનોનો વિડિઓ થયો વાયરલ છે.
હિમાલયમાં પણ ગરબાની રમઝટ
પંચમહાલઃ કાલોલના યુવાનો લેહ-લદ્દાખના પેગોંગ લેક પાસે 13,862 ફૂટની ઊંચાઈ પર ગરબા રમ્યા#garba #himalaya #zee24kalak pic.twitter.com/i71ClnLLvD
— Zee 24 Kalak (@Zee24Kalak) September 20, 2022
નોંધનીય છે કે 26 સપ્ટેમ્બરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. રાજ્યમાં બે વર્ષ પછી નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થવાની છે. ગરબા પ્રેમીઓએ ગરબાની તૈયારીઓ કરી લીધી છે. ત્યારે આ યુવાનોએ લેહ લદ્દાખની કડકડતી ઠંડીમાં ગરબાની રમઝટ બોલાવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે