નવરાત્રિનો પ્રારંભ : ગુજરાતના મંદિરોમાં ભક્તો પહોંચ્યા, પણ નારિયેળ-ચુંદડી નહિ ચઢાવી શકે

માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને લોકો દર્શન કરી રહ્યાં છે. તો સુપ્રિમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહે પણ આજે ભદ્રકાળી માતાના દર્શન કર્યા હતા

નવરાત્રિનો પ્રારંભ : ગુજરાતના મંદિરોમાં ભક્તો પહોંચ્યા, પણ નારિયેળ-ચુંદડી નહિ ચઢાવી શકે

ઝી મીડિયા/બ્યૂરો :આજથી શરદીય નવરાત્રિ (Navaratri) નો શુભારંભ થયો છે. કોરોનાકાળમાં માતાના મંદિરો ખુલ્લા છે એ જ ભક્તો માટે સૌથી મોટી ભેટ છે. ગુજરાતમાં અનેક મંદિરો આજે ખુલ્લા હોવાથી નવરાત્રિના પહેલા જ દિવસે મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા છે. જોકે, કેટલાક મંદિરો બંધ હોવાથી ભક્તો નિરાશ પણ થયા છે. અમદાવાદનું પ્રસિદ્ધ નગરદેવી ભદ્રકાળીનું મંદિર ખુલ્લુ હોવાથી મોટી સંખ્યામાં ભક્તો માતાના દરબારમાં પહોંચ્યા છે. માંના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે. માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને લોકો દર્શન કરી રહ્યાં છે. તો સુપ્રિમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહે પણ આજે ભદ્રકાળી માતાના દર્શન કર્યા હતા. તો શક્તિપીઠ અંબાજી મંદિર પણ ભક્તો માટે ખુલ્લુ છે. કોરોનાને કારણે મંદિરોમાં દર્શન માટેના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.  

અંબિકા માતાની ચોકમાં ગરબા નહિ થાય 
આજથી નવરાત્રિ (Navratri 2020) નો પ્રારંભ થયો છે, ત્યારે ખેડબ્રહ્મામાં અંબિકા માતાજીના મંદિરમાં શુભ મુહુર્તમાં ઘટ સ્થાપના કરવામાં આવી હતી. માતાજીનું મંદિર ભક્તોના દર્શન માટે ખુલ્લું રહેશે. તો અહી ભક્તો સોશ્યલ મીડિયામાં ફfb અને youtube માં પણ ઘેર બેઠા માતાજીના દર્શન કરી શકશે. અંબિકા માતાજી મંદિરના ચોકમાં ગરબા નહિ યોજાય, માત્ર માતાજીની આરતી જ કરાશે તેવો મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે. 

વરાણા મંદિરમાં ચુંદડી, નાળિયેર ચઢાવવા પર પ્રતિબંધ 
પાટણના વરાણા ખોડિયાર માતાજીનું મંદિર નવરાત્રિના પ્રથમ દિવસથી ખુલ્લું રખાયું છે. ભક્તો માટે માત્ર દર્શન પૂરતું મંદિર ખુલ્લું રખાયું છે. જ્યાં સરકારી ગાઈડલાઈનના નિયમોનો પાલન કરીને ભક્તોને એન્ટ્રી આપવામાં આવી રહી છે. જોકે વરાણા મંદિર તરફથી રહેવા જમવા અને પ્રસાદની સુવિધા બંધ કરાઈ છે. સાથે જ પ્રસાદ, નાળિયેર અને ચૂંદડી લઈ મંદિર આવવા પર પ્રતિબંધ મૂકાયો છે. નાળિયેર અને ચુંદડી ચઢાવવા ગેટ બહાર અલગથી વ્યવસ્થા કરાઈ છે. 

આજે નવલી નવરાત્રિના પ્રથમ દિવસે અંબાનિકેતન મંદિર પર ભક્તોજનોની ભીડ જોવા મળી છે. મંદિરના 50 વર્ષના ઇતિહાસમાં આજે ભક્તો માટે દર્શન બંધ રખાયા છે, જોકે, મંદિરની બહાર એલઇડી મૂકવામાં આવી છે. ભક્તોજનો માં માતાના દર્શન ન થવાના કારણે નિરાશા થયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news