દેશના Forex Reserve રિઝર્વએ તોડ્યા તમામ રેકોર્ડ, પહેલીવાર 550 અરબ ડોલરને પાર

દેશના ફોરેક્સ રિઝર્વ (Forex Reserve) એટલે કે વિદેશી મુદ્રા ભંડાર પહેલીવાર 550 અરબ ડોલરને પાર થઇ ગયો છે. આરબીઆઇના આંકડા અનુસાર 9 ઓક્ટોબરના રોજ પુરા થયેલા અઠવાડિયામાં રિઝર્વ 5.867 અરબ ડોલરથી વધી 551.505 અરબ ડોલર પર પહોંચી ગયો છે.

દેશના Forex Reserve રિઝર્વએ તોડ્યા તમામ રેકોર્ડ, પહેલીવાર 550 અરબ ડોલરને પાર

નવી દિલ્હી: દેશના ફોરેક્સ રિઝર્વ (Forex Reserve) એટલે કે વિદેશી મુદ્રા ભંડાર પહેલીવાર 550 અરબ ડોલરને પાર થઇ ગયો છે. આરબીઆઇના આંકડા અનુસાર 9 ઓક્ટોબરના રોજ પુરા થયેલા અઠવાડિયામાં રિઝર્વ 5.867 અરબ ડોલરથી વધી 551.505 અરબ ડોલર પર પહોંચી ગયો છે. આ પહેલાં 2 ઓક્ટોબરના રોજ પુરા થયેલા અઠવાડિયામાં ફોરેક્સ રિઝર્વ .3618 અરબ ડોલર ઉછળીને 545.638 અરબ ડોલર થઇ ગયો હતો. રિઝર્વ બેંકના આંકડા અનુસાર ફોરેક્સ પહેલીવાર 5 જૂન 2020ના રોજ ખતમ અઠવાડિયામાં 500 અરબ ડોલરને પાર પહોંચી ગયો હતો. 

9 ઓક્ટોબરના રોજ પુરા થયેલા અઠવાડિયામાં રિઝર્વ બેંકમાં ઉછાળાના કારણે ફોરેન કરન્સી અસેટ (FCA) માં વધારો થયો છે, જોકે રિઝર્વનો એક મોટો ભાગ હોય છે. 9 ઓક્ટોબરના રોજ પુરા થયેલા અઠવાડિયા દરમિયાન કરન્સી અસેટ્સ (FCA) 5.737 અરબ ડોલર 508.783 અરબ ડોલર પર પહોંચી ગયો છે. FCA ના ડોલરમાં લખવામાં આવે છે, પરંતુ તેમાં વિદેશી મુદ્રા સંપત્તિમાં હાજર યૂરો, પાઉન્ડ અને યેન જેવી અન્ય બિન-ડોલર મુદ્રા સંપત્તિના વેલ્યૂમાં ઉતાર-ચઢાવની પણ અસર થાય છે. 

ગોલ્ડ રિઝર્વની વેલ્યૂ 11.3 કરોડ ડોલર વધી
9 ઓક્ટોબરના રોજ ખતમ અઠવાડિયા દરમિયાન જ ગોલ્ડ રિઝર્વ પણ વધી રહ્યો છે. આરબીઆઇના આંકડા અનુસાર ગોલ્ડ રિઝર્વ દરમિયાન 11.3 કરોડ ડોલર વધીને 36.598 અરબ ડોલર થઇ ગયો. ઇન્ટરનેશન મોનેટરી ફંડ (IMF) માં દેશના સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ (SDR) 40 લાખ ડોલર વધીને 1.480 અરબ ડોલર થઇ ગયો. આઇએમએફમાં દેશના રિઝર્વ પોઝિશન પણ 1.3 કરોડ ડોલર વધીને 4.644 અરબ ડોલર પર પહોંચી 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news