શું ગુજરાતમાં નવી પેઢી કુપોષિત અવસ્થામાં ઉછરી રહી છે? ZEE 24 કલાકનો મોટો ખુલાસો

શું ગુજરાતમાં નવી પેઢી કુપોષિત અવસ્થામાં ઉછરી રહી છે? ZEE 24 કલાકનો મોટો ખુલાસો
  • શું ગુજરાતમાં નવી પેઢી કુપોષિત અવસ્થામાં ઉછરી રહી છે?
  • પાછલાં 5 વર્ષની સરખામણીએ ગુજરાતમાં કુપોષણનું પ્રમાણ ઘટ્યું કેમ નથી?
  • રાબ-સુખડી બનાવીને આંગણવાડી કેન્દ્રોમાં અપાતી હોવાનો દાવો કેમ ના આવ્યો કામ?
  • સવારે ગરમ નાસ્તો, બપોરે ગરમ ભોજન અને 2 દિવસ ફળ આપવાનો દાવો છતાં કુપોષણ કેમ?
  • દૂધ સંજીવની યોજના હેઠળ 100 ML ફ્લેવર્ડ મિલ્ક આપવાનો દાવો પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી અલગ કેમ?
  • બાળકોને કેલરી-પ્રોટીનથી ભરપૂર 50 ગ્રામનો લાડુ આપવાનો દાવો પણ બાળકો કમજોર કેમ?
  • બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને ટેક હોમ રાશનનો દાવો પણ પુરવઠો ઉપબલ્ધ કરાવવામાં હાથ પાછા કેમ?

ઝી મીડિયા/બ્યૂરો :ઝી 24 કલાક કુપોષણને લઈને મોટો ખુલાસો કરવા જઈ રહ્યું છે. ગુજરાતમાં નવી પેઢી કુપોષણના અવસ્થામાં ઉછરી રહી છે તેવી ચોંકાવનારી માહિતી સામે આવી છે. ગુજરાતમાં દરેક 10માંથી 4 બાળકો કુપોષિત છે અને એમનું વજન ઉંમર પ્રમાણે નથી. તેમજ ગુજરાતમાં 6 મહિનાથી 5 વર્ષ સુધીનાં દરેક 10માંથી 8 બાળકોમાં લોહીની ઉણપ છે. આ ચોંકાવનારો ખુલાસો ભારત સરકારના નેશનલ ફેમિલી હેલ્થ સરવેમાં થયો છે. વર્ષ 2019-20ના આ સરવેમાં કુપોષણને લગતી આવી અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. જે અનેક સવાલો પેદા કરે છે કે, શું ગુજરાતમાં નવી પેઢી કુપોષિત અવસ્થામાં ઉછરી રહી છે? પાછલાં 5 વર્ષની સરખામણીએ ગુજરાતમાં કુપોષણનું પ્રમાણ ઘટ્યું કેમ નથી?

વર્ષોની મહેનત પછી પણ ગુજરાતમાં કુપોષણનો મુદ્દો ઉકેલવામાં કોઈ જ સફળતા મળી નથી. આ અમે નહીં, ભારત સરકારના નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા બોલી રહ્યા છે. બાળકોનું પોષણ કોઈના ખિસ્સામાં અને પેટમાં જઈ રહ્યું છે કે બીજું કોઈ કારણ કુપોષણના મુદ્દા સાથે જોડાયેલું છે. ગુજરાત માટે ચિંતાની આ ખબરનું વિશ્લેષણ કરીએ એ પહેલાં જાણી લઈએ કે, નેશનલ ફેમિલી હેલ્થ સરવે ગત વર્ષે 23 જૂનથી 30 નવેમ્બર વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો. આ સરવે સાથે સેન્ટર ફોર ઓપરેશન રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ સંસ્થા અને તાલીમ રિસર્ચ ફાઉન્ડેશન પણ જોડાયું હતું. આ સરવેમાં ગુજરાતના તમામે તમામ જિલ્લા આવરી લેવામાં આવ્યા હતા અને 29 હજાર 368 ઘર સુધી જઈને આંકડા મેળવવામાં આવ્યા છે. સરવેમાં 33 હજાર 343 મહિલાઓ અને 5,351 પુરુષોને સામેલ કરવામાં આવ્યાં હતા અને સંપૂર્ણ વિશ્વસનીય આંકડા સાથે ભારત સરકારે આ સરવે પબ્લિશ કરાયો છે. તો કુપોષણના મામલે ગુજરાત કેમ ઠેરનું ઠેર છે. શું આ કાળી ટીલી ફરી એકવાર સરકારના કપાળે લાગી છે. તથ્યો સાથે સમગ્ર મુદ્દાને સમજીશું. 

આ પણ વાંચો : ZEE 24 કલાકની ઈમ્પેક્ટ : આખરે ગુજરાત સરકારે મ્યુકોરમાઈકોસીસ ફંગસ માટે એલર્ટ આપ્યું

ગુજરાતમાં ઉંમર પ્રમાણે લંબાઈ વધી નથી એવાં 5 વર્ષ સુધીનાં બાળકો કેટલાં?

  • ગામડાંઓમાં 43%
  • શહેરોમાં 32.4%            
  • કુલ 39%
  • અને 5 વર્ષ પહેલાં આ પ્રમાણ હતું 38.5%

ગુજરાતમાં લંબાઈ પ્રમાણે વજન વધ્યું નથી એવાં 5 વર્ષ સુધીનાં બાળકો કેટલાં?

  • ગામડાઓમાં 26.7%
  • શહેરોમાં 22.4%                
  • કુલ 25.1%
  • અને 5 વર્ષ પહેલાં આ પ્રમાણ હતું 26.4%

ગુજરાતમાં ઉંમર પ્રમાણે વજન ઓછું છે એવાં 5 વર્ષ સુધીનાં બાળકો કેટલાં?

  • ગામડાંઓમાં 43.5%                    
  • શહેરોમાં 33.3%                
  • કુલ 39.7%
  • અને 5 વર્ષ પહેલાં આ પ્રમાણ હતું 39.3%

આ પણ વાંચો : કલોલમાં બ્લાસ્ટથી 2 મકાન ધરાશાયી, કાટમાળ નીચે દબાયા 2 રહેવાસી

ગુજરાતમાં કેટલી માતાઓ 6 મહિના સુધી બાળકને માત્ર પોતાનું ધાવણ આપે છે?

  • ગામડાંઓમાં 62.4%
  • શહેરોમાં 70.3%                
  • કુલ 65%
  • અને 5 વર્ષ પહેલાં આ પ્રમાણ હતું 55.8%

ગુજરાતમાં 6 મહિનાથી 5 વર્ષ સુધીનાં કેટલાં બાળકોમાં લોહીની ઉણપ છે?

  • ગામડામાં 81.2%                    
  • શહેરોમાં 77.6%                
  • કુલ 79.7%
  • અને 5 વર્ષ પહેલાં આ પ્રમાણ હતું 62.6%

 આ આંકડા સ્પષ્ટ બતાવે છે કે ગુજરાતમાં કુપોષણ કેવા પ્રકારનું છે. સરવેમાં જાણવા મળ્યું કે, ગુજરાતમાં 6 મહિનાથી 5 વર્ષ સુધીનાં દરેક 10માંથી 8 બાળકોમાં લોહીની ઉણપ છે. ત્યારે મહિલાઓ અને પુરુષોમાં પણ લોહીની ઉણપ કેવી છે તે પણ આંકડામાં જોઈ લઈએ. 

ગુજરાતમાં 15થી 49 વર્ષ સુધીની કેટલી મહિલાઓમાં લોહીની ઉણપ છે?

  • ગામડાંઓમાં 67.6%
  • શહેરોમાં 61.3%                
  • કુલ 65%
  • અને 5 વર્ષ પહેલાં આ પ્રમાણ હતું 54.9%

ગુજરાતમાં 15થી 19 વર્ષ સુધીની કેટલી મહિલાઓમાં લોહીની ઉણપ છે?

  • ગામડાંઓમાં 72.3%                    
  • શહેરોમાં 63%                
  • કુલ 69%
  • અને 5 વર્ષ પહેલાં આ પ્રમાણ હતું 56.5%

ગુજરાતમાં 15થી 49 વર્ષ સુધીના કેટલા પુરુષોમાં લોહીની ઉણપ છે?

  • ગામડામાં 29.1%
  • શહેરોમાં 23.3%                    
  • કુલ 26.6%
  • અને 5 વર્ષ પહેલાં આ પ્રમાણ હતું 21.6%

ગુજરાતમાં 15થી 19 વર્ષ સુધીના કેટલા પુરુષોમાં લોહીની ઉણપ છે?

  • ગામડાંઓમાં 39.2%                    
  • શહેરોમાં 31.5%                
  • કુલ 36%
  • અને 5 વર્ષ પહેલાં આ પ્રમાણ હતું 31.9%

ઝી 24 કલાકના સવાલો..... બાળકોના આહારથી કોનું પોષણ?

  • રાબ-સુખડી બનાવીને આંગણવાડી કેન્દ્રોમાં અપાતી હોવાનો દાવો કેમ ના આવ્યો કામ?
  • સવારે ગરમ નાસ્તો, બપોરે ગરમ ભોજન અને 2 દિવસ ફળ આપવાનો દાવો છતાં કુપોષણ કેમ?
  • દૂધ સંજીવની યોજના હેટળ 100 ML ફ્લેવર્ડ મિલ્ક આપવાનો દાવો પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી અલગ કેમ?
  • બાળકોને કેલરી-પ્રોટીનથી ભરપૂર 50 ગ્રામનો લાડુ આપવાનો દાવો પણ બાળકો કમજોર કેમ?
  • બાળકો, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને ટેક હોમ રાશનનો દાવો પણ પુરવઠો ઉપબલ્ધ કરાવવામાં હાથ પાછા કેમ?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news