નર્મદા ડેમની જળ સપાટી 136 મીટરને પાર, નદીના અદ્ભૂત નજારા વચ્ચે ખતરાના સંકેત

આજે નર્મદા બંધમાં પાણીની આવક 8,06,186 ક્યુસેક છે. હાલમાં રિવેરબેડ પાવર હાઉસ મારફતે 45,000 ક્યુસેક પાણી તથા કેનાલ હેડ પાવર હાઉસ મારફતે 18,000 ક્યુસેક ડિસ્ચાર્જ કરતા કુલ જાવક 5,62,000 ક્યુસેક છે

નર્મદા ડેમની જળ સપાટી 136 મીટરને પાર, નદીના અદ્ભૂત નજારા વચ્ચે ખતરાના સંકેત

ઝી બ્યુરો, અમદાવાદ: સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી આજે 136.18 મીટરે પહોંચી છે. જ્યારે નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. તેથી ડેમ હવે છલકાવાની તૈયારીમાં છે. ઉપરવાસમાંથી પાણી છોડાતા ડેમના 23 દરવાજા ખોલીને 5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઇને સરદાર સરોવર બંધ પુર નિયંત્રણ કચેરીએ વધુ એક ચેતવણી જારી કરતા નર્મદા કિનારાના ગામો અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના SOU-એકતાનગર ખાતે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી આજે 136.18 મીટરે નોંધાઈ છે. ભારે વરસાદને કારણે ઉપરવાસના જળાશયોમાં પાણીની આવક વધવાને કારણે આજે નર્મદા ડેમના 23 દરવાજાને 3.05 મીટરની ઉંચાઇ સુધીના ખોલીને નર્મદા ડેમમાંથી આજે સરેરાશ 5 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. 

આ લેવલે ડેમના જળાશયમાં ગ્રોસ સ્ટોરેજ 8,599.30 મિલીયન ક્યુબીક મીટર જથ્થો નોંધાયો છે. આજની સ્થિતીએ નર્મદા ડેમમાં પાણીનો 91 ટકા જથ્થો ભરાયો છે. આશરે છેલ્લા 34 દિવસથી દરરોજ રિવર બેડ પાવર હાઉસમાં વિજળીનું ઉત્પાદન થઇ રહ્યું છે. રિવરબેડ પાવર હાઉસ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા છેલ્લા 34 દિવસમાં આશરે કુલ રૂા. 161.76 કરોડની કિંમતનું વિજ ઉત્પાદન થયું છે.

આજે નર્મદા બંધમાં પાણીની આવક 8,06,186 ક્યુસેક છે. હાલમાં રિવેરબેડ પાવર હાઉસ મારફતે 45,000 ક્યુસેક પાણી તથા કેનાલ હેડ પાવર હાઉસ મારફતે 18,000 ક્યુસેક ડિસ્ચાર્જ કરતા કુલ જાવક 5,62,000 ક્યુસેક છે. નદીમાં મોટી માત્રામાં પાણી છોડતા ભરૂચ નર્મદા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જેના પગલે ભરૂચ, વડોદરા અને નર્મદાના કાંઠા વાળા વિસ્તારને સાવધાન પણ કરાયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news