હવે સાચું કોણ? નરેશ પટેલ કહે છે 'હું દિલ્હી ગયો જ નથી, કે કોંગ્રેસ હાઈકમાન્ડને મળ્યો જ નથી'

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા રાજકોટ એરપોર્ટ પર એક નિવેદન આપવામાં આવ્યું છે. જેણા કારણે હવે સાચું કોણ એ મોટો પ્રશ્ન ઉભો થયો છે. નરેશ પટેલે જણાવ્યું હતું કે, હું દિલ્હી નહોતો ગયો, કે દિલ્હીમાં હું કોંગ્રેસના હાઈકમાન્ડને પણ મળ્યો નથી. હા. મને કોંગ્રેસના ચાર ધારાસભ્યો ફ્લાઈટમાં મળ્યા હતા.

હવે સાચું કોણ? નરેશ પટેલ કહે છે 'હું દિલ્હી ગયો જ નથી, કે કોંગ્રેસ હાઈકમાન્ડને મળ્યો જ નથી'

ઝી ન્યૂઝ/રાજકોટ: નરેશ પટેલ રાજકારણમાં આવશે તેની વાતો લાંબા સમયથી થઈ રહી છે. પરંતુ આજે નરેશ પટેલ કંઈ પાર્ટીમાં જોડાશે તેણે લઈને ફરી કોંકડું બરાબરનું ગૂંચવાયું છે. હવે લોકોને નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે મોટી ગૂંચવણ ઉભી થઈ છે. કોંગ્રેસના ધારાભ્યો કહે છે કે એક સપ્તાહમાં નરેશ પટેલને લઈને કોઈ નિરાકરણ આવી જશે અને અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે. પરંતુ આજે જ્યારે નરેશ પટેલ રાજકોટ એરપોર્ટ પર ઉતર્યા હતા. ત્યારે તેમણે આ વિશે પુછવામાં આવ્યું હતું.

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા રાજકોટ એરપોર્ટ પર એક નિવેદન આપવામાં આવ્યું છે. જેણા કારણે હવે સાચું કોણ એ મોટો પ્રશ્ન ઉભો થયો છે. નરેશ પટેલે જણાવ્યું હતું કે, હું દિલ્હી નહોતો ગયો, કે દિલ્હીમાં હું કોંગ્રેસના હાઈકમાન્ડને પણ મળ્યો નથી. હા. મને કોંગ્રેસના ચાર ધારાસભ્યો ફ્લાઈટમાં મળ્યા હતા. ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હજી સર્વે ચાલુ છે. શનિવારે સુધી ખબર પડશે. નરેશ પટેલને રાજકારણમાં જોડાવાને લઈને વધુ એક તારીખ સામે આવી છે. આગામી 17 થી 28 મેં સુધીમાં ખબર પડશે કે હું રાજકારણમાં જોડાઈશ કે નહીં.

— Zee 24 Kalak (@Zee24Kalak) May 10, 2022

રાજકોટ એરપોર્ટ પર દિલ્લી મુલાકાત બાદ નરેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ વિશે જણાવ્યું હતું કે, ચાર ધારાસભ્યો સાથે એરપોર્ટ પર મુલાકાત થઇ હતી. ટૂંક સમયમાં મારો નિર્ણય જાહેર કરીશ. મારી કોંગ્રેસના કોઇ હાઇકમાન્ડ સાથે મુલાકાત થઇ નથી. પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોની ઇચ્છા છે કે હું કોંગ્રેસમાં જોડાવ. મારે કોઇ સાથે વાતચીત થઇ નથી. ધારાસભ્યોએ કોંગ્રેસના મવડી મંડળ સાથે મુલાકાત થઇ હોવાનો દાવો કર્યો હતો પરંતુ નરેશ પટેલે આ વાતને રદિયો આપ્યો છે. 

એટલે એવું કહી શકાય કે નરેશ પટેલ હવે રાજકારણમાં જોડાવવા અંગે વધુ એક તારીખ પે તારીખ આપી છે. ત્યારે કેટલાક સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું હજુ પણ નરેશ પટેલ કન્ફ્યૂઝ છે? તેઓ કહી રહ્યા છે કે શનિવાર સુધીમાં સમિતીનો સર્વે પૂર્ણ થશે. અને 17 થી 27 સુધીમાં રાજકારણમાં પ્રવેશ કરવો કે નહિ તે અંગેનો નિર્ણય લઇશ.

બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્યોએ દાવો કર્યો છે કે આગામી સપ્તાહમાં નરેજ પટેલ કોંગ્રેસમાં જોડાશે. પ્રતાપ દૂધાતે કહ્યું હતું કે ગઈકાલે નરેશ પટેલને સાથે રાખી હાઈકમાન્ડ સાથે બેઠક થઈ હતી. કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે નરેશ પટેલની 3 કલાક બેઠક થઈ હતી. આ બેઠકમાં પ્રતાપ દુધાત ઉપરાંત લલિત કગથરા, લલિત વસોયા અને કિરીટ પટેલ હાજર રહ્યા હતા. ત્યારે હાઈકમાન્ડના પોઝિટિવ રિસ્પોન્સથી હવે ધારાસભ્યો વિશ્વાસ સાથે દાવો કરી રહ્યા છે નરેશ પટેલ કોંગ્રેસમાં જ જોડાશે. જો કે હજુ સુધી નરેશ પટેલ પોતાના સ્ટેન્ડ પર કોઈ સ્પષ્ટતા કરી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news