72 અભિનેત્રી સાથે કામ કરનાર નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોના શમ્મી કપૂર કહેવાતા હતા

ગામડાની નાની ટોકિઝની સ્ક્રીન પર જ્યારે નરેશ કનોડિયાની એન્ટ્રી થતી તો લોકો સિટી અને ચિચીયારીથી લોકો ઝૂમી ઉઠતા હતા. ગુજરાતી ગરબાને ગુજરાતી ફિલ્મોના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં તેમનો મોટો ફાળો હતો

72 અભિનેત્રી સાથે કામ કરનાર નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોના શમ્મી કપૂર કહેવાતા હતા

ઝી મીડિયા/બ્યૂરો :નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોનો ધબકાર કહેવાતા હતા. ત્યારે આ ધબકાર આજે શાંત પડી ગયો હતો. ગામડાની નાની ટોકિઝની સ્ક્રીન પર જ્યારે નરેશ કનોડિયાની એન્ટ્રી થતી તો લોકો
સિટી અને ચિચીયારીથી લોકો ઝૂમી ઉઠતા હતા. ગુજરાતી ગરબાને ગુજરાતી ફિલ્મોના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં તેમનો મોટો ફાળો હતો. ત્યારે ગુજરાતી ચલચિત્રોના આ યુગનો અંત આવ્યો છે. 125 ગુજરાતી ફિલ્મોમાં કામ કરનાર નરેશ કનોડિયા (Naresh kanodia) એ 72 અભિનેત્રીઓ સાથે લીડ રોલ કર્યો છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે તેઓ ગુજરાત ફિલ્મ ઈન્ડસ્ટ્રીના શમ્મી કપૂર કહેવાય છે. આ પાછળ મોટું કારણ છે.

નવી એક્ટ્રેસને ડેબ્યુ કરાવવામાં ફેમસ હતા શમ્મી કપૂર
કપૂર ખાનદાનના શમ્મી કપૂર નવી એક્ટ્રેસને ડેબ્યુ કરાવવા માટે પ્રખ્યાત હતા. તેઓએ પોતાની મોટાભાગની ફિલ્મોમાં નવી એક્ટ્રેસને તક આપી છે. આ એક્ટ્રેસ આગળ જઈને બોલિવુડ ઈન્ડસ્ટ્રીઝની ફેમસ એક્ટ્રેસ બની ગઈ હતી. પછી તે સાયરા બાનો હોય, શર્મિલા ટાગોર હોય કે પછી અન્ય કોઈ એક્ટ્રેસ હોય. શમ્મી કપૂર ડેબ્યૂ રોલ આપવા માટે પ્રખ્યાત હતા. એ જ કામ નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કર્યું. રાજેશ ખન્ના પણ ઘણા ખરા અંશે નવી એક્ટ્રેસને ડેબ્યુ કરાવવા માટે પ્રખ્યાત ગણાતા. 

સેલેબલ સ્ટાર હતા નરેશ કનોડિયા
શમ્મી કપૂરની જેમ નરેશ કનોડિયા પણ નવી અભિનેત્રોઓના હીરો કહેવાતા હતા. ગુજરાતમાં નરેશ કનોડિયા સેલેબલ સ્ટાર હોવાથી અનેક એક્ટ્રેસને તક મળી હતી. નરેશ કનિડિયાએ ઘણી આગળ પડતી અભિનેત્રીઓ જેવી કે, સ્નેહલતા, અરુણા ઈરાની, રોમા માણેક સાથે કામ કર્યું છે. પોતાની 40 વર્ષની કારકિર્દીમાં તેઓએ 72 અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે.

નરેશ કનોડિયાને દાદાસાહેબ ફાળકે એકેડમી એવોર્ડ પણ મળ્યો છે. 2012માં ભારતીય સિનેમા જગતને સો વર્ષ પૂર્ણ થવાની ખુશાલીમાં મુંબઈ ખાતે યોજાયેલ એક સમારંભમાં દિલીપકુમાર, અમિતાભ બચ્ચન, સાયરાબાનું અને વિનોદ ખન્ના જેવા ભારતીય સીને જગતના મહારથીઓની સાથે ગુજરાતી ફિલ્મ જગતમાં નરેશ કનોડિયાના અનન્ય પ્રદાન બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news