અમદાવાદનું નામ કર્ણાવતી થવું જોઈએ, જે વિરોધ કરશે તેને યોગ્ય જવાબ આપવામાં આવશેઃ VHP

વિશ્વ હિંદુ પરિષદના પત્રમાં કહેવામાં આવ્યું કે, અમદાવાદનું નામ એક હિંદુ રાજા કર્ણદેવના નામે હોય તેવી માંગણી સમગ્ર ગુજરાતના હિંદુ સમાજની છે.
 

 અમદાવાદનું નામ કર્ણાવતી થવું જોઈએ, જે વિરોધ કરશે તેને યોગ્ય જવાબ આપવામાં આવશેઃ VHP

અમદાવાદઃ યોગી આદિત્યનાથે ફૈજાબાદનું નામ અયોધ્યા કર્યા બાદ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ અંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન પણ કહી ચુક્યા છે કે, આ અંગે ચર્ચા કરવામાં આવશે. એકતરફ કોંગ્રેસ ભાજપની આ ચાલને ગંદી રાજનીતિ ગણાવી રહી છે. ત્યારે વિશ્વ હિંદુ પરિષદ પણ હવે આ નામ બદલવામાં કુદી પડ્યું છે. વિશ્વ હિંદુ પરિષદે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાના મુદ્દાની તરફેણ કરી છે. આ સાથે વીએચપી દ્વારા એક પત્ર જાહેર કરીને કર્ણાવતી નામનો વિરોધ કરનારાઓને ચેતવણી ાપી છે. 

વિશ્વ હિંદુ પરિષદના પત્રમાં કહેવામાં આવ્યું કે, અમદાવાદનું નામ એક હિંદુ રાજા કર્ણદેવના નામે હોય તેવી માંગણી સમગ્ર ગુજરાતના હિંદુ સમાજની છે. 80ના દાયકાથી આ નામ બદલવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. તેમણે કહ્યું કે, સરકારે આ કાર્ય માટે મક્કમતાથી આગળ વધવું જોઈએ. 

અમદાવાદનુ નામ બદલાવેને લઇ એકતરફ સામાન્ય જનતાની નારાજગી સામે આવી છે તો વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવતી નામ બદલવાની તરફેણમાં છે. કર્ણાવતી નામનો વિરોધ કરનારાઓને યોગ્ય જવાબ આપવામાં આવશે તેવી VHP મહામંત્રીએ ચીમકી ઉચ્ચારી હતી. નામ બદલવાને લઇ સરકારને રજૂઆત કરાશે તથા ઉગ્ર આંદોલન કરવાની તૈયારી VHP દ્વારા દર્શાવવામાં આવી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news