હાથ પર બચકું ભર્યાનું નિશાન, મોબાઈલ ફોર્મેટ કરેલો, દીકરી સાથે કંઈ અઘટિત થયું હોવાની પરિવારને શંકા!

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના તલાવચોરા ગામે રહેતા ધીરૂ આહીરની દિકરી 22 વર્ષીય પ્રિયંકા આહિર લગ્ન ધરમપુર તાલુકાના ભાંભા ગામના યોગેશ સાથે આગામી 23 ફેબ્રઆરીના રોજ નિર્ધાર્યા હતા. જેથી ઘરમાં ખુશીનો માહોલ હતો.

હાથ પર બચકું ભર્યાનું નિશાન, મોબાઈલ ફોર્મેટ કરેલો, દીકરી સાથે કંઈ અઘટિત થયું હોવાની પરિવારને શંકા!

ધવલ પરીખ/નવસારી: ચીખલીના તલાવચોરા ગામે લાડકવાયીના લગ્નનો ઉમંગ માતમમાં ફેરવાયો છે. આહીર પરિવારની લાડકીના 23 ફેબ્રુઆરીએ લગ્ન હતા અને એ પૂર્વે દીકરીનો ઘરની પાછળ આવેલા તળાવમાંથી મૃતદેહ મળતા પિતાની આંખો સતત આંસુઓથી છલકાઈ રહી છે. ત્યારે દુલ્હન બનવાના સપના સેવી રહેલી દિકરી અંતિમ પગલું ભરી જ શકેની વાત સાથે તેની સાથે કંઈ અઘટિત થયુ હોવાની શંકા પરિવાર સેવી રહ્યો છે. 

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના તલાવચોરા ગામે રહેતા ધીરૂ આહીરની દિકરી 22 વર્ષીય પ્રિયંકા આહિર લગ્ન ધરમપુર તાલુકાના ભાંભા ગામના યોગેશ સાથે આગામી 23 ફેબ્રઆરીના રોજ નિર્ધાર્યા હતા. જેથી ઘરમાં ખુશીનો માહોલ હતો. Bsc DMLT થયેલી પ્રિયંકા પણ યોગેશ સાથે નવસંસાર શરૂ કરવાના સપના સાથે ખુશ હતી. ગત રાતે પ્રિયંકાએ તેના પરિવાર સાથે લગ્નની તૈયારી મુદ્દે વાતો કરી અને મોડી રાતે પોણા બાર વાગ્યા આસપાસ પોતાના રૂમમાં સુવા ગઈ હતી. પરંતુ આજે સવારે પ્રિયંકા તેના રૂમમાં અને ઘરમાં ન દેખાતા પરિવાર ચિંતામાં મુકાયો હતો. 

પરિવારે ગામમાં શોધખોળ કરી, પણ પ્રિયંકાનો કોઈ પત્તો લાગ્યો ન હતો. જ્યારે ઘરની પાછળ જ આવેલા તળાવમાં શોધ કરી, તો તળાવમાં પ્રિયંકાનો મૃતદેહ તરતો દેખાતા તેમના હોશ ઉડી ગયા હતા. મૃતદેહને બહાર કાઢી ચીખલી પોલીસને ઘટનાની જાણ કરતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને ચીખલી રેફરલ હોસ્પિટલમાં પેનલ PM કરાવ્યુ હતું. સાથે જ સ્થળ તપાસ અને પરિવારજનોની પ્રારંભિક પૂછપરછમાં પ્રિયંકાના ભાઈએ તળાવ કિનારેથી બહેનનો ફોન મળ્યો હોવાનું જણાવી, પ્રિયંકાનો ફોન પોલીસને સોંપ્યો હતો. પ્રિયંકાનો ફોન ફોર્મેટ કરવામાં આવ્યો હતો. 

જેથી છેલ્લે તેણે કોની સાથે વાત કરી કે એના મોબાઈલમાં કોઈ ફોટો હોય કે અન્ય કોઈ માહિતી હોય એને છુપાવવાનો પ્રયાસ થયો હોવાની શંકા ઉપજાવે છે. જ્યારે પ્રિયંકાના જમણા હાથમાં ખભા નજીક કોઈકે બચકુ ભર્યુ હોય, એમ દાંતના નિશાન હોવાનું પણ સામે આવ્યું હતુ. પરંતુ પ્રિયંકાના પરિવારને કોઈ ઉપર શંકા ન હોવાનું પોલીસને જણાવ્યું હતું. જોકે પોલીસે હાલે અક્સ્માત મોતનો ગુનો નોંધી તપાસનો વેગ આપ્યો છે

સંયુક્ત કુટુંબમાં રહેતી પ્રિયંકા મોડી રાતે કોઈનો ફોન આવ્યો હોય ને ત્યારબાદ જ ઘરની પાછળ વાળામાં ગઈ હોવાના અનુમાન સાથે તેની કોઈ હત્યા જ કરી હોય એવી પ્રબળ શંકા તેનો પરિવાર જતાવી રહ્યો છે. જેની સાથે જ પોલીસ યોગ્ય તપાસ કરી આરોપીઓને શોધી ન્યાય અપાવે એવી લાગણી પણ વ્યક્ત કરી રહ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news