અમદાવાદનો આ કિસ્સો તમને હચમાચાવી દેશે, મસ્કતની મહિલા સાથે કંઇક આવું કર્યું

ઓમાન મૂળની એક પરણીતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં પોતાના સાસરિયા વિરુધ ફરિયાદ નોંધાવી છે અને પતિ વિરુદ્ધ સ્ત્રીબીજ વેચવા માટે ફરજ પાડતો હોવાનો આક્ષેપ પણ કર્યો છે. 

અમદાવાદનો આ કિસ્સો તમને હચમાચાવી દેશે, મસ્કતની મહિલા સાથે કંઇક આવું કર્યું

મૌલિક ધામેચા: ઓમાન મૂળની એક પરણીતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં પોતાના સાસરિયા વિરુધ ફરિયાદ નોંધાવી છે અને પતિ વિરુદ્ધ સ્ત્રીબીજ વેચવા માટે ફરજ પાડતો હોવાનો આક્ષેપ પણ કર્યો છે. હાલ મહિલાને ગુજરાતી ભાષામાં ખબર પડતી ન હોવાથી તેની જાણ બહાર છુટાછેડાના કાગળો પર સહી કરાવી લેતા છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાની પણ પોલીસ ફરિયાદ નોંધાવી છે.આ સમગ્ર મામલે સરખેજ પોલીસે પણ ફરિયાદ નોંધી તપાસ શરુ કરી છે. 

અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને કદાચ તમે હચમચી જશો. મૂળ ઓમાનના મસ્તકની રહેવાસી એક મહિલાના આઠેક વર્ષ અગાઉ અફઝલખાન પઠાણ નામ શખ્સ સાથે લગ્ન થયા હતા. માત્ર પરિવારિક ઓળખાણ હોવાથી આ મહિલાના લગ્ન કરાવી દેવાયા હતા. પતિ કોઈ વ્યવસાય નોકરી ન કરતો હોવાથી ઘર કંકાસ શરૂ થયો. જોકે મહિલાની વાત માનીએ તો મહિલાનાં પિયર તરફથી ગુજરાન ચલાવવા રૂપિયા આપવામાં આવતા હતા પણ મોજ શોખ પુરા નહિ થતા હોય મહિલાને અમદાવાદ અને અન્ય શહેરોમાં સ્ત્રીબીજ આપવા લઇ જતા હતા. 

એટલું જ નહી પતિ અફઝલ પઠાણ દર મહિને મહીને મહિલાની તબિયત જોયા વગર રૂપિયાની લાલચે સ્ત્રીબીજ આપી દેતો હતો. જોકે ઘર કંકાસ અને મહિલા પર અત્યાચાર વધી જતા પોતાના ભાઈ સાથે રહેવા લાગી હતી. પરિવારના સમજાવટથી આક્ષેપો નહી કરવા દસ્તાવેજોમાં સહી કરાવી લેવામાં આવી. હાલ મહિલાનો આક્ષેપ છે કે પોતાના બે દીકરા પણ સાસરીયાવાળા પોતાની પાસે રાખી દસ્તાવેજોમાં નહી પણ છુટાછેડાના કાગળો પર સહી કરાવી લઈ છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. જે અંગે સરખેજ પોલીસે  ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી  છે.

છેલ્લા ત્રણેક માસથી આ મહિલા અને તેનો ભાઈ પોલીસ સ્ટેશનોનાં ઘક્કાખાઈ અને પોતાની સાથે થયેલ બનાવની અનેક જગ્યાએ રજૂઆત કરી હતી. પરંતુ કોઈએ નહી સાંભળતા આખરે કોર્ટનો સહારો લેતા સરખેજ પોલીસે ફરિયાદ નોંધી છે. પરંતુ પોલીસ ફરિયાદમાં ક્યાંક ને ક્યાંક આરોપીઓને છાવરવાનો પ્રયાસ કરી રહી હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે.

હાલ તો પોલીસે શારીરિક માનસિક ત્રાસ અને છેતરપીંડી કર્યાની સાસરીયા વિરુદ્ધમાં ફરિયાદ નોંધી છે. ત્યારે સવાલ એ થાય કે આરોપી અફઝલ પઠાણ અનેક વખત મહિલાનાં સ્ત્રી બીજનું ગેરકાયદેસર વેચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું. પણ તે અંગે પોલીસે કેમ કોઈ તપાસ કર્યા વગર ત્રણ માસ અગાઉ નોંધાવેલી અરજી બાદ માત્ર હળવી કલમો હેઠળ ફરિયાદ નોંધી? શું ખરેખર આરોપી સાચો છે કે પછી મહિલાનાં આક્ષેપો ખોટા છે તે તો તપાસ બાદ જ બહાર આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news