VIDEO: લાલ સાડી પહેરીને આ અભિનેત્રીએ કર્યો ડાન્સ, માદક અદાઓથી ફેન્સ થયા પાણી પાણી

ટીવી અભિનેત્રી પૂજા બેનરજીને ધાર્મિક શો 'દેવો કે દેવ મહાદેવ'માં પાર્વતીના રોલથી ઘરે ઘરે ઓળખ મળી.

VIDEO: લાલ સાડી પહેરીને આ અભિનેત્રીએ કર્યો ડાન્સ, માદક અદાઓથી ફેન્સ થયા પાણી પાણી

નવી દિલ્હી: ટીવી અભિનેત્રી પૂજા બેનરજીને ધાર્મિક શો 'દેવો કે દેવ મહાદેવ'માં પાર્વતીના રોલથી ઘરે ઘરે ઓળખ મળી. પૂજા બેનરજી સોશિયલ મીડિયામાં જાણીતી સેલિબ્રીટીમાંથી એક છે. પૂજાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક ડાન્સ વીડિયો શેર કર્યો જે અત્યાર સુધી 3 લાખથી વધુ લોકોએ જોઈ લીધો છે. પૂજાએ રવિના ટંડનના હિટ નંબર ટિપ ટિપ બરસા પાની ગીત પર ડાન્સ કરીને ફેન્સને ચોંકાવી દીધા.

પૂજાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે લાલ સાડીમાં જોવા મળી રહી છે. પૂજાનો આ ડાન્સ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. 90ના દાયકામાં આવેલી ફિલ્મ મોહરાનું હિટ ગીત 'ટિપ ટિપ બરસા પાની' વરસાદના ગીતોની યાદીમાં ખુબ પ્રખ્યાત છે. 

A post shared by Puja Banerjee (@banerjeepuja) on

પૂજાએ આ વીડિયો શેર કરતા લખ્યું કે જ્યારે તમે કંટાળો અને થાક મહેસૂસ કરો ત્યારે તમે એ ચીજો કરો જે તમને મોડી રાત સુધી શૂટિંગ કરવા છતાં ત્યારબાદ જાગવામાં મદદ કરે. પૂજાના ફેન્સે પણ તેના વીડિયો પર રિએક્ટ કરતા લખ્યું કે જો આ ગીતને ક્યારેય રિક્રિએટ કરવામાં આવે તો તમે ખુબ સારી રીતે કરી શકો છો. એક યૂઝરે લખ્યું કે રવિના કરતા વધુ સારો ડાન્સ તો તમે કર્યો છે.

ટીવી પર પૂજાએ પોતાની કેરિયરની શરૂઆત 'કહાની હમારી મહાભારત કી'માં રાધાની ભૂમિકાથી  ભજવીને કરી હતી. ત્યારબાદ તુજ સંગ પ્રિત લગાઈ સજનામાં જોવા મળી. પરંતુ પૂજાને સફળતા તો લાઈફ ઓકેના પોપ્યુલર શો 'દેવો કે દેવ મહાદેવ'થી જ મળી. ત્યારબાદ પૂજા કોમેડી 'નાઈટ્સ બચાવો'માં જોવા મળી. વર્ષ 2017માં પૂજાએ તેના બોયફ્રેન્ડ કુણાલ વર્મા સાથે સગાઈ કરી લીધી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news