ન્યૂયોર્કમાં લૂંટના ઇરાદે આણંદના પટેલ યુવકની હત્યા, પોલીસે હત્યારાઓની કરી ઓળખ

અમેરિકા (America) ની ન્યૂયોર્ક (New York) સિટીમાં લૂંટના ઇરાદે જનરલ સ્ટોર ચલાવતા એક ગુજરાતી વેપારીની હત્યા કરવામાં આવી છે. અમેરિકા આ પ્રકારની હત્યાની ઘટના પ્રથમવાર બની હોય એવું નથી.

ન્યૂયોર્કમાં લૂંટના ઇરાદે આણંદના પટેલ યુવકની હત્યા, પોલીસે હત્યારાઓની કરી ઓળખ

આણંદ: અમેરિકા (America) ની ન્યૂયોર્ક (New York) સિટીમાં લૂંટના ઇરાદે જનરલ સ્ટોર ચલાવતા એક ગુજરાતી વેપારીની હત્યા કરવામાં આવી છે. અમેરિકા આ પ્રકારની હત્યાની ઘટના પ્રથમવાર બની હોય એવું નથી. આ પહેલાં પણ ઘણીવાર મૂળ ગુજરાતના લોકો ત્યાં હિંસાનો શિકાર બની ચૂક્યા છે. 

મંગળવારે આણંદના ભાદરણ (Bhadaran) ગામના રહેવાસી કિંશુક પટેલ (Kinshuk Patel) ની હત્યા (Murder) કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી (CCTV) ફૂટેજ દ્વારા બે અશ્વેતોની ઓળખ કરી લીધી છે, જેમણે મંગળવારે રાત્રે ઘટનાને અંજામ આપ્યો હતો. 35 વર્ષી કિંશુક ન્યૂયોર્કમાં પિતા, પત્ની અને બે બાળકો સાથે રહેતો હતો. એક પુત્રની ઉંમર 4 વર્ષ અને બીજા પુત્રની ઉંમર 6 મહિના છે.  

ન્યૂયોર્ક પોલીસ (Police) ના અનુસાર સ્ટરના સીસીટીવી ફૂટેજમાં દેખાઇ રહ્યું છે કે કિંશુક સ્ટોર બંધ કરીને ઘરે જવાની તૈયારી કરી રહ્યો હતો. આ દરમિયાન બે અશ્વેત યુવક અંદર આવ્યા અને કોઇ સામાન માંગ્યો હતો. કિંશુકએ સ્ટોર બંધ થવાની વાત કહી તો એકએ તેના માથા પર કોઇ ભારે વસ્તુ વડે હુમલો કરી દીધો. કિંશુક બેભાન થઇને ઢળી પડ્યો તો બે લૂંટારા તેમની પાસે રાખેલી કેશ અને મોબાઇલ લૂંટીને ફરાર થઇ ગયા હતા. 

કિંશુક પટેલે (Kinshuk Patel)ઘર આવતાં પહેલાં ફોન કર્યો હતો, પરંતુ લગભગ બે કલાક સુધી તે ઘરે ન પહોંચતા પરિવારે મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મોબાઇલ સ્વિચ ઓફ કર્યો હતો. ત્યારબાદ તેમના પિતાએ ન્યૂયોર્કમાં જ રહેનાર એક સંબંધીને ફોન કરી સૂચના આપી હતી. કિંશુક પટેલ (Kinshuk Patel)ના સંબંધી જ્યારે સ્ટોર પર પહોંચ્યા તો કિંશુક (Kinshuk Patel) ને લોહીથી લથબથ મળી આવ્યો. એંબુલન્સ બોલાવીને તેને હોસ્પિટલમાં જઇ રહ્ય હતા, આ દરમિયાન રસ્તામાં જ કિંશુક પટેલ (Kinshuk Patel) નું મોત નિપજ્યું હતું.  

ભાદરણ (Bhadaran) ગામના રહેવાસી કિંશુક (Kinshuk Patel) ના કાકાએ જણાવ્યું કે તે લગભગ 10 વર્ષ પહેલાં ન્યૂયોર્ક પહોંચ્યા હતા. એક સંબંધીની મદદથી તેમણે જનરલ સ્ટોર રહેનાર કિંશુક (Kinshuk Patel) ના કાકાએ જણાવ્યું હતું કે લગભગ 10 વર્ષ પહેલાં ન્યૂયોર્ક પહોંચ્યા હતા. એક સંબંધીની મદદથી તેમણે જનરલ સ્ટોર ખોલ્યો હતો. તે અત્યાર સુધી ત્રણ જનરલ સ્ટોર ખોલી ચૂક્યા હતા. કિંશુકની લગભગ 6 વર્ષ પહેલાં તેમના ગુજરાતના ધર્મજ ગામમાં રહેનાર રૂચિતા સાથે લગ્ન થયા હતા. કિંશુક પરિવારના એક માત્ર પુત્ર હતા. 

જાણો ક્યારે અને ક્યાં થઇ હતી ઘટનાઓ
- 29 ઓક્ટોબર 2015 ના રોજ ન્યૂજર્સીમાં આણંદના 50 વર્ષીય વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. 
-13 જાન્યુઆરી 2016 ના રોજ હર્ષદ પટેલ નામના યુવકની લૂંટારાઓએ ગોળી મારીને હત્યા કરી હતી.
- 31 જાન્યુઆરી 2016 ના રોજ ગુજરાતના વેપારીની હત્યા. 
- 18 ઓક્ટોબર 2016 ના રોજ એટલાન્ટમાં એક કિશોર ગુજરાતીની હત્યા.
-13 જૂન 2017 ના રોજ સમીર હસમુખ પટેલની ગોળી મારીને હત્યા. 
- 10 જૂન 2018ના રોજ ગુજરાતી હત્યા. 
- 11 જૂન 2018 એક સ્ટોર માલિકને સ્ટોર પાસે જ ગોળી મારી દીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news