શું તમારી પાસે બોલેરા કાર છે? તો રાજસ્થાની 'ખટીક ગેંગ'થી રહેજો સાવધાન! જાણો કેમ
Surat Crime News: ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે છેલ્લા ઘણા સમયથી મુંબઈ- મહારાષ્ટ્રમાં અલગ-અલગ જગ્યાએ બોલેરો પીક-અપ ગાડી તેમજ ઈકો કારની ચોરી કરતીગેંગ સક્રીય છે અને ચોરી કરેલ ફોર-વ્હિલર ગાડીઓ સુરત શહેરમાં સસ્તા ભાવે વેચાણ કરે છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત: મુંબઈ-મહારાષ્ટ્રમાં અલગ-અલગ જગ્યાએ થયેલ બોલેરો પીક-અપ ફોર વ્હિલર તેમજ ઈકો કારની ચોરી કરતી રાજસ્થાની “ખટીક ગેંગ"ને સુરત ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડી હતી. આ ગેંગ પાસેથી 04 બોલેરો પીક-અપ તેમજ ઈકો કાર મળી કુલ 05 ચોરી થયેલ વાહનો કબ્જે કરવામાં આવ્યા હતા.
ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે છેલ્લા ઘણા સમયથી મુંબઈ- મહારાષ્ટ્રમાં અલગ-અલગ જગ્યાએ બોલેરો પીક-અપ ગાડી તેમજ ઈકો કારની ચોરી કરતીગેંગ સક્રીય છે અને ચોરી કરેલ ફોર-વ્હિલર ગાડીઓ સુરત શહેરમાં સસ્તા ભાવે વેચાણ કરે છે. આ ગેંગ સારોલી બ્રીજ નીચે ચોરી કરેલ બોલેરો પીક-અપ સાથે કીશન ખટીક તેમજ ચંદ્રેશ ખટીક ઉભા છે.જે બાતમીના આધારે ક્રાઇમબ્રાંચે રેડ પાડી આરોપીઓને બોલેરો ગાડીઓ સાથે ઝડપી પાડેલ છે.
આરોપીઓમાં નામ
- 1.કિશન ખટિક
- 2.ચન્ડ્રેસ ખટિક
આરોપીઓની યુક્તિ-પ્રયુક્તિ મુજબ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે હસન ચાચા નામનો માણસ ગેરેજમાં વેલ્ડીંગનુ કામ કરતો હોય અને આ કામના આરોપીઓ તેના ગેરેજે ફોર-વ્હિલર કાર રીપેરિંગ કરવા અવાર-નવાર જતા હતાં.તે દરમ્યાન હસન ચાચાએ તેમને જણાવ્યું હતું કે પોતાની પાસે મુંબઈ મહારાષ્ટ્ર ખાતેથી મોટા પ્રમાણમાં ચોરી થયેલ બોલેરો પીક-અપ તેમજ ઈકો કાર સસ્તા ભાવે આવે છે જેથી આરોપીઓએ છેલ્લા વર્ષમાં અલગ-અલગ સમયે ચાર બોલેરો પીક-અપ કાર તેમજ ઈકો કાર મળી કુલ્લે પાંચ ચોરીની ગાડીઓ હસન ચાચા પાસેથી સસ્તા ભાવે લઈ પોતાના ધંધાના કામકાજમાં ઉપયોગ કરતા હતા .
ડીટેક્ટ થયેલ ગુનાઓ
- માનખુર્દ પોલીસ સ્ટેશન બ્રુહદ મુંબઈ 0818/2022 ઈ.પી.કો કલમ 379,114 ( વાહનચોરી )
- નેરુલ પોલીસ સ્ટેશન નવી મુંબઈ 0262/2022 ઈ.પી.કો કલમ 379,114 ( વાહનચોરી )
- દેવનાર પોલીસ સ્ટેશન નવી મુંબઈ 0209/2022 ઈ.પી.કો કલમ 379,114 ( વાહનચોરી )
- દેવનાર પોલીસ સ્ટેશન નવી મુંબઈ 0819/2021 ઈ.પી.કો કલમ 379,114 ( વાહનચોરી )
- MIDC પોલીસ સ્ટેશન નવી મુંબઈ 0113/2022 ઈ.પી.કો કલમ 379,114 ( વાહનચોરી)
કબજે કરેલ મુદ્દામાલ
- બોલેરો પીક-અપ ફોર વ્હિલર કાર MH 04 HD 5668 કિ.રૂ 400000/-
- બોલેરો પીક-અપ ફોર વ્હિલર કાર MH 43 BB 1099 કિ.રૂ 400000/-
હાલ તો પોલીસે બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે
- બોલેરો પીક-અપ ફોર વ્હિલર કાર MH 43 BB 1236 કિ.રૂ 400000/-
- બોલેરો પીક-અપ ફોર વ્હિલર કાર MH 48 AG 5654 કિ.રૂ 450000/-
- ઈકો ફોર વ્હિલર કાર MH 43 BK 9372 કિ.રૂ 350000/-
- કુલ્લે મુદ્દામાલ 20,00,000/-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે