છાશવારે માઉન્ટ આબુ ઉપડી જતા ગુજરાતીઓએ કરી એવી હરકત કે, ગુજરાતનું નામ લજવાયું

ગુજરાતના પ્રવાસીઓ માટે માઉન્ટ આબુ (Mount Abu) કોઈ સ્વર્ગથી ઓછું નથી. ગુજરાતીઓને એક દિવસની પણ રજા મળે, તો માઉન્ટ આબુ ઉપડી જાય છે. આવામાં માઉન્ટ આબુમાં પ્રવાસીઓ અને ટોલ કર્મચારીઓ વચ્ચે મારામારીનો બન્યો છે. રાજસ્થાન (Rajasthan) ના માઉન્ટ આબુમાં થયેલી મારામારીના વીડિયો (Video) સામે આવ્યા છે. ગુજરાતના પ્રવાસીઓ અને ટોલ કર્મીઓ વચ્ચે બબાલ થઈ હતી. 

છાશવારે માઉન્ટ આબુ ઉપડી જતા ગુજરાતીઓએ કરી એવી હરકત કે, ગુજરાતનું નામ લજવાયું

અલકેશ રાવ/બનાસકાંઠા :ગુજરાતના પ્રવાસીઓ માટે માઉન્ટ આબુ (Mount Abu) કોઈ સ્વર્ગથી ઓછું નથી. ગુજરાતીઓને એક દિવસની પણ રજા મળે, તો માઉન્ટ આબુ ઉપડી જાય છે. આવામાં માઉન્ટ આબુમાં પ્રવાસીઓ અને ટોલ કર્મચારીઓ વચ્ચે મારામારીનો બન્યો છે. રાજસ્થાન (Rajasthan) ના માઉન્ટ આબુમાં થયેલી મારામારીના વીડિયો (Video) સામે આવ્યા છે. ગુજરાતના પ્રવાસીઓ અને ટોલ કર્મીઓ વચ્ચે બબાલ થઈ હતી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 25, 2021

માઉન્ટ આબુના ચુંગી નાકા પર બુધવારના રોજ બપોરે ગુજરાતથી મુસાફરો આવી રહ્યા હતા. ત્યારે એક કાર પણ ગુજરાતથી આવી હતી. જેમાં વાહનમાં બેસેલા મુસાફરો અને ટોલ કર્મીઓ વચ્ચે ટોલ આપવા મામલે બોલાચાલી થઈ હતી. તેના બાદ મામલો એટલો બિચક્યો હતો કે, પ્રવાસીઓએ ટોલ ટેક્સના રૂપિયા ફેંકીને આપ્યા હતા. આ પ્રવાસીઓએ ટોલના કર્મચારીઓ સાથે મારામારી કરી હતી. 

No description available.

નગરપાલિકાના ટોલ કર્મચારીઓ સાથે મુસાફરોએ પહેલા તો બોલાચાલી કરી હતી, બાદમાં તેઓ મારામારી પર ઉતરી આવ્યા હતા. આ ઘટનાક્રમ 15 થી 20 મિનીટ સુધી ચાલ્યો હતો. જેમાં આસપાસના લોકોએ તેનો વીડિયો ઉતાર્યો હતો. ઘટના બાદ એસઆઈ નાથારામ પટેલ સાથે ટોલ પરના કેટલાક કર્મચારીઓ માઉન્ટ આબુ પોલીસ ચોકીમાં પહોંચ્યા હતા. તેમણે આ મુસાફરો સામે અભદ્ર વર્તન કરવા બદલ ફરિયાદ દાખલ કરી છે.  ત્યારે પોલીસે પ્રવાસીઓને સામે ફરિયાદ દાખલ કરી છે. 

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news