Video : રીંછ મહાદેવ મંદિરમાં પડેલું એક કિલો ઘી ગટગટાવી ગયું....!!!!
બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં રીંછની વિચિત્ર હરકત કેમેરામાં કેદ થઈ
Trending Photos
અલ્કેશ રાવ/બનાસકાંઠા :ગુજરાતની અડીને આવેલું હિલ સ્ટેશન માઉન્ટ આબુ ગુજરાતીઓની ફરવા માટેની પહેલી પસંદગી છે. માઉન્ટ આબુ (Mount Abu) ગુજરાતીઓ માટે હવા ખાવાના સ્થળ તરીકે ફેવરિટ છે. પણ માઉન્ટ આબુની વધુ એક બાબત પ્રખ્યાત છે, તે છે અહી જગ્યાજગ્યાએ ફરતા જોવા મળતા રીંછ. માઉન્ટ આબુમાં રીંછનો કહેર જોવા મળે છે. ત્યારે બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં રીંછની વિચિત્ર હરકત કેમેરામાં કેદ થઈ છે.
માઉન્ટઆબુ નગરપાલિકાની હદમાં રાજ રાજેશ્વર મહાદેવ મંદિર આવેલુ છે. સોમવારે મોડી રાત્રે આ મંદિરમાં રીંછ ઘૂસી આવ્યું હતું. રીઁછે મંદિરમાં એવો હાહાકાર મચાવ્યો હતો કે, મંદિરની સીસીટીવી કેમેરા જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. રીંછે મંદિરનો દરવાજો ખોલીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો. તેના બાદ આ શાતિર પ્રાણીએ પૂજાની પેટીને ખોલવાનો પણ પ્રયાસ કર્યો હતો. હદ તો ત્યારે થઈ, જ્યારે રીંછ રાજેશ્વર મહાદેવ મંદિરમાં પડેલ એક કિલો ઘી ગટગટાવી ગયું હતું. રીઁછની આ આખી હરકત કેમેરામાં કેદ થઈ હતી.
ગુજરાતના વધુ સમાચાર જોવા ક્લિક કરો અહીં.....
અમદાવાદ-સુરતને પગલે રાજકોટ... કોરોનાને કાબૂમાં લેવા વધુ એક IASની નિમણૂંક કરાઈ
અમદાવાદીઓને ટેન્શન લાવી દે તેવી તસવીરો, રોજ આ સ્થળે ભેગા થાય છે 200થી વધુ લોકો
ગુજરાતમા હવે દૂબઈ-સિંગાપોરની જેમ ગગનચુંબી ઈમારતો બનશે, સરકારે આપી મંજૂરી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે