મોટેરા સ્ટેડિયમમાં મેચ જોવા જવાના હોય તો ધ્યાન રાખજો, નહિ તો તમારું વાહન ટો થશે

મોટેરા સ્ટેડિયમમાં મેચ જોવા જવાના હોય તો ધ્યાન રાખજો, નહિ તો તમારું વાહન ટો થશે
  • વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ મેદાન મોટેરામાં 24 ફેબ્રુઆરીએ ડે નાઈટ ટેસ્ટ મેચ રમાશે
  • 6 વર્ષ બાદ અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ફરી એકવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે

ઝી મીડિયા/બ્યૂરો :વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં ભારત વર્સિસ ઇંગ્લેન્ડ સિરીઝની ત્રીજી અને ચોથી ટેસ્ટ તેમજ 5 T20 મેચના આયોજનને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. લાંબા સમય બાદ થઈ રહેલા આંતરરાષ્ટ્રીય મેચના આયોજનને લઈ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ કરાયો છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ મેદાન મોટેરામાં 24 ફેબ્રુઆરીએ ડે નાઈટ ટેસ્ટ મેચ રમાશે. ત્યારે જો તમે મેચ માટેની ટિકિટ ખરીદી હોય તો પાર્કિંગના આ અપડેટ ખાસ જાણી લેજો, નહિ તો મેચ જોવાની મજી કીરકીરી થઈ જશે.

પાર્કિંગ માટેની જગ્યા પણ ઓનલાઈન બૂક કરાવવાની રહેશે
મેચ લવર્સને જણાવવાનું કે, વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમ (motera stadium) માં પાર્કિંગ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રેક્ષકોએ મેચની ટિકિટ ઑનલાઈન બુક કરાવવી પડશે. સાથે જ પાર્કિંગનો સ્લોટ પણ ઑનલાઈન બુક કરાવવો પડશે. એપના માધ્યમથી પાર્કિંગ બુક કરાવવાનું રહેશે. ટુ વ્હીલર માટે 30 રૂપિયા જ્યારે કાર માટે 100 રૂપિયા પાર્કિંગ ચાર્જ રાખવામાં આવ્યો છે. પાર્કિંગ માટે 27 પ્લોટ ફાળવવામાં આવ્યા છે. જો અવ્યવસ્થિત પાર્કિંગ કર્યું હશે તો વાહન ટૉ કરવામાં આવશે. 

આ પણ વાંચો : મુખ્યમંત્રી રૂપાણીને બદલે હવે આ દિગ્ગજ નેતા ગુજરાતમાં કરશે ચૂંટણી પ્રચાર

ટો થઈ શકે છે તમારું વાહન 
મેચને ધ્યાનમાં રાખીને ખાસ બેઠક કરવામાં આવી. જેમાં થયેલી ચર્ચા પ્રમાણે, મેચ દરમિયાન મોટેરા સ્ટેડિયમ ઉપર, દરેક પાર્કિંગ પ્લોટની બહાર તેમજ પાર્કિંગની સ્ટેડિયમ સુધીના રસ્તા ઉપર ટ્રાફિક પોલીસના 1155 અધિકારી અને કર્મચારી તહેનાત રહેશે. મેચ જોવા માટે ખાનગી વાહનમાં આવતા પ્રેક્ષકોએ ટિકિટની જેમ જ ફરજિયાત પાર્કિંગ પણ ઓનલાઈન બુક કરાવવું પડશે. ઓનલાઈન પાર્કિંગ બુક નહીં કરાવનારને પાર્કિંગ પ્લોટમાં વાહન પાર્ક કરવા દેવામાં આવશે નહિ. જ્યારે સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં રોડ ઉપર ટ્રાફિકને અડચણરૂપ રીતે જો કોઈ પણ વાહન પાર્ક કરેલું હશે તો ટ્રાફિક પોલીસ તે વાહન ટો કરી લેશે.

ઉલ્લેખનીય છે કે, 24 ફેબ્રુઆરીથી શરૂ થતી ભારત vs ઇંગ્લેન્ડ ની ત્રીજી વાઈટ બોલ એટલે કે ડે નાઈટ ટેસ્ટ મેચ માટેની ટિકિટ હાલ ઓનલાઈન વેચાઈ રહી છે. જેમાં મેદાનની કુલ સીટીંગ કેપેસિટી મુજબ 50 ટકા પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે. 'બુક માય શો' એપના માધ્યમથી ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચની ટિકિટ મળવાની શરૂ થઈ ગઈ છે.  ટેસ્ટ મેચ રમાતી હશે તે સમયે જે તે દિવસની ટીકીટનું વેચાણ GCA દ્વારા મોટેરા મેદાન ખાતેથી પણ કરાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી 5 T20 મેચની ટિકિટ 1 માર્ચથી મળશે. તમામ T20 મેચની ટિકિટ પણ ઓનલાઈન 'બુક માય શો' એપ પરથી જ ઉપલબ્ધ થશે. 

આ પણ વાંચો : ફૂલવડીને વોટ આપો....’ અમદાવાદમાં ચૂંટણી પ્રચારમાં આ શબ્દો કાને અથડાય તો નવાઈ ન પામતા 

ટેસ્ટ માટે ટિકિટનો ભાવ 
'બુક માય શો' એપ પરથી ટિકિટ મળવાની છે. ત્યારે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી વાઈટ બોલ ટેસ્ટ મેચની એક ટિકિટનો ભાવ 300 થી લઈ 2500 સુધી નક્કી કરાયો છે. ભારત vs ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી અને ચોથી ટેસ્ટ માટે ટિકિટનું વેચાણ આવતીકાલથી શરૂ થશે. મેદાનમાં જુદી જુદી જગ્યા મુજબ 300, 400, 450, 500, 1000 અને 2500 રૂપિયામાં ટિકિટ ઓનલાઈન મળશે. મેદાનની ચારેતરફ સૌથી ઉપરના પેવેલિયનની ટિકિટ 300 રૂપિયા નક્કી કરાઈ છે. મેદાનની ચારેતરફ નીચેના ભાગમાં આવેલા પેવેલિયનની ટિકિટ 400, 450 અને 500 રૂપિયા નક્કી કરાઈ છે. રિલાયન્સ E પેવેલિયનની ટિકિટનો ભાવ દર 500 રૂપિયા રહેશે. તો અદાણી લેફ્ટ અને રાઈટ પેવેલિયનમાં એક ટિકિટની કિંમત 1000 રૂપિયા રહેશે. અદાણી બેંકવેટ સીટમાં એક ટિકિટની કિંમત 2500 રૂપિયા નક્કી કરાઈ છે. આ તમામ ટિકિટ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા જે તે દિવસે રમાઈ રહેલી ટેસ્ટ મેચ મુજબ મેદાન પરથી પણ મળશે. 

આ પણ વાંચો : 

ગોધરાકાંડનો મુખ્ય આરોપી રફીક હુસેન 19 વર્ષ બાદ પકડાયો 

T20 આંતરરાષ્ટ્રીય મેચની ટિકિટના ભાવ 
ભારત vs ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી 5 T20 ની ટિકિટો 1 માર્ચથી ઓનલાઈન મળશે. બુક માય શો એપ્લિકેશન પરથી તમામ 5 T20 આંતરરાષ્ટ્રીય મેચની ટિકિટ મળશે. T20 મેચ માટે એક ટિકિટનો દર 500 રૂપિયાથી લઈ 10,000 રૂપિયા નક્કી કરાયો છે. જેમાં 500, 1000, 2000, 2500, 4000, 6000 તેમજ 10000 રૂપિયાની એક ટિકિટ મળશે. 500 રૂપિયાની ટિકિટ મેદાનની ડાબી અને જમણી બાજુ આવેલા ઉપરના ભાગની રહેશે. મેદાનમાં ઉપરની તરફ આવેલા લોન્ગ ઓન અને લોન્ગ ઓફની ટિકિટનો ભાવ 2000 તેમજ 2500 રૂપિયા નક્કી કરાયો છે. મેદાનના ચારેતરફ આવેલી કેટલીક ટિકિટ 1000 રૂપિયામાં આપવામાં આવશે. મેદાનની ચારેતરફ નીચેના ભાગમાં આવેલી રિલાયન્સ E ની ટિકિટનો ભાવ 4000 રૂપિયા નક્કી કરાયો છે. અદાણી પેવેલિયન લેફ્ટ અને રાઈટની ટિકિટ 6000 રૂપિયામાં મળશે. તો અદાણી બેંકવેટ સીટની એક ટિકિટ 10,000 રૂપિયામાં મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news